જંબુસર–આમોદ વિધાનસભા ક્ષેત્રમાં ચાર સામુહિક આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ યોજાયું

SHARE:

– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે હંસોટ ખાતેના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના 27 પેટા આરોગ્ય કેન્દ્રનું વર્ચ્યુઅલ લોકાર્પણ સમારંભ યોજાયો : જંબુસર તાલુકાનાં ત્રણ અને આમોદ તાલુકાના એક ગામને મળશે આરોગ્ય સુવિધા

(સંજય પટેલ, જંબુસર)

જંબુસર–આમોદ વિધાનસભા મતવિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે ચાર સામુહિક આરોગ્ય કેન્દ્રોના લોકાર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ અંતર્ગત જંબુસર તાલુકાનાં અણખી, ટંકારી બંદર અને કલક ગામોમાં સામુહિક આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ આ ઉપરાંત આમોદ તાલુકાના બુવા ગામમાં પણ સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં જંબુસર તાલુકાના કલક ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જીલ્લા પંચાયત સભ્ય ક્રિપાલસિંહ સિંધા,મહામંત્રી કિરીટભાઈ પટેલ, એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર, સરપંચ ઈન્દ્રવદનભાઈ લીંબચિયા, ઉપ સરપંચ રેણુકાબેન, સહિત ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગરિકોના આરોગ્ય ની ચિંતા કરે છે આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સુંદર કાર્ય કરવામાં આવ્યા છે આયુષ્યમાન આરોગ્ય મંદિર ના નામથી પ્રારંભ કરાયો છે. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાશે.

ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધે, લોકોને પ્રાથમિક અને જરૂરી તબીબી સેવાઓ માટે દૂર સુધી જવું ન પડે તેમજ સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળી રહે તેવા હેતુથી આ આરોગ્ય કેન્દ્રો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સુવિધાઓનો વિકાસ થવાથી સ્થાનિક નાગરિકોને લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ સહિત ખેડૂતોની સન્માન નિધિ યોજના અંતર્ગત વાત કરી છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો માટે સતત પ્રયત્નશીલ ભાજપા સરકાર છે. આપણી જીવન શૈલી બદલાય છે જેને લઈ સ્વાસ્થ્યને નુકસાન થાય છે, દરેકે જીવનનું સ્તર સુધારવું પડશે. વડાપ્રધાન નું સ્વપ્ન 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાનું છે તેમાં સહભાગી થવા જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!