– આ વખતે વંદે માતરમની થીમ પર વિશેષ ઝાંખીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની ભાગીદારી આ ઉજવણીના મુખ્ય આકર્ષણ રહેશે
– રાજપીપલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમા પ્રેક્ટિસ રીહર્સલ ચાલી રહ્યું છે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
31મી ઓક્ટોબરના રોજ પધારનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમા યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે સાંસ્કૃતિક કાર્યક્રમની તડામાર તૈયારીઓ પૂરજોશમાં રાજપીપલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમા પ્રેક્ટિસ રીહર્સલ ચાલી રહ્યું છે.
આ વખતે વંદે માતરમની થીમ પર વિશેષ ઝાંખીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની ભાગીદારી આ ઉજવણીના મુખ્ય આકર્ષણ રહેશે.એકતાનગરમાં દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવે છે.
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 31 ઓક્ટોબરે એકતા પથ ખાતે સુરક્ષાદળો દ્વારા ભવ્ય પરેડ યોજાશે, સાથે જ ‘વિવિધતામાં એકતા’ અને ‘વંદે માતરમ’ની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશભરના તમામ રાજ્યોના 8 હજારથી વધુ કલાકારો પોતાની રાજ્યની સંસ્કૃતિ અને કલાનું પ્રદર્શન કરશે. હાલ રાજપીપળાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કલાકારો દ્વારા જોરશોરથી રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પોતાની કલા રજૂ કરવા કલાકારો ઉત્સાહિત છે અને આ અવસરને ગૌરવની ક્ષણ માની રહ્યા છે.




