ભરૂચ બ્રહ્માકુમારીઝ સંસ્થાના વરિષ્ઠ સેવાધારી બીકે કમલેશ દીદી 98 વર્ષે દેહત્યાગ કરી પંચમહાભૂતમાં વિલીન થયા

SHARE:

ભરૂચ,

ભરૂચ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સબઝોન અને જ્ઞાન સરોવરના ડિરેકટર બી.કે. પ્રભા દીદી તથા લખનૌ હજરતગંજ સેવાકેન્દ્રના ઈન્ચાર્જ બી.કે.મંજુ દીદીના લૌકિક માતાજી તથા નિષ્ઠાવાન સેવાધારી બી.કે.કમલેશ દીદી 98 વર્ષની ઉંમરે રવિવારે પોતાના જૂના દેહનો ત્યાગ કરી બ્રહ્માબાબાની ગોદમાં સમાયા છે.તેઓ સાકાર બ્રહ્માબાબાની પવિત્ર પાલનામાં ઉછરેલા, સર્વ દાદીઓના અત્યંત પ્રિય, યજ્ઞ સ્નેહી, મુરલી પ્રેમી અને યોગમાં સતત રહેવાની તીવ્ર લગન ધરાવનાર દ્રઢ નિશ્ચયી તથા અથક સેવાધારી આત્મા હતા.તેઓ છેલ્લા 66 વર્ષથી આ ઈશ્વરીય જ્ઞાનમાં સેવા આપી રહ્યા હતા અને છેલ્લા 13 વર્ષથી ભરૂચ સેવાકેન્દ્ર પર રહીને પોતાની નિસ્વાર્થ સેવાઓ પ્રદાન કરી રહ્યા હતા.

તેમની અંતિમ વિદાય વેળાએ તેમના લૌકિક પુત્રી અને ભરૂચ સબઝોનના ઈન્ચાર્જ બી.કે.પ્રભા દીદી દ્વારા તેમને મુખાગ્નિ આપવામાં આવી હતી.જેણે ઉપસ્થિત સૌ કોઈને ભાવુક કરી દીધા હતા.સર્વ આધ્યાત્મિક પરિવારે દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!