– વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ યોગદાન આપશે : મંત્રી ડૉ.જયરામ ગામીત
– ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ અને ‘શક્તિ ઓફ ભારત’ની થીમ આધારિત ભારત પર્વમાં વિવિધ રાજ્યોની હસ્તકલા, હેન્ડલૂમ અને પરંપરાગત વાનગીઓનું મંત્રી દ્વારા કરાયું નિદર્શન
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજ્યકક્ષાના ઉદ્યોગ, રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે એકતાનગર ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ અને ‘શક્તિ ઓફ ભારત’ની થીમ આધારિત આયોજિત ‘ભારત પર્વ-૨૦૨૬’ની મુલાકાત લીધી હતી.
‘ભારત પર્વ’ના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ રાજ્યોના કલાકારો,હસ્તકલા કારીગરો અને પરંપરાગત વાનગીઓના સ્ટોલ દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ‘વિવિધતામાં એકતા’ની ભાવનાનું સુંદર દર્શન થાય છે.
વધુમાં જણાવ્યું કે, આ પર્વમાં દેશના વિવિધ રાજ્યોની સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા અને સ્વદેશી ઉત્પાદનોને નિહાળવાની તેમજ ખરીદવાની તક પર્યટકોને મળી રહી છે. આવા આયોજનો થકી વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સ્થાનિક કારીગરો અને હસ્તકલા સાથે સંકળાયેલા લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.સાથોસાથ, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં પણ આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ યોગદાન આપશે.એકતા પ્રકાશોત્સવના ઈન્ડોર વિભાગમાં તૈયાર કરવામાં આવેલા ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચાર પ્રાદેશિક ઝોનની કલાત્મક પ્રસ્તુતિઓ પણ મંત્રીશએ નિહાળી હતી.આ સમગ્ર મુલાકાત દરમિયાન ‘ભારત પર્વ-૨૦૨૬’ના માધ્યમથી દેશના વિવિધ રાજ્યોની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, લોકકલા, હસ્તકલા અને વૈવિધ્યસભર વારસાને એક જ સ્થળે રજૂ કરવાના પ્રયાસને તેમણે નિહાળ્યો હતો.



