ભરૂચ કલેકટર ડૉ.નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને રોડ સેફટીની મિટિંગ યોજાઈ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં આવેલ વીસી હોલ ખાતે કલેકટર ડૉ.નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને બુધવારે રોડ સેફટી સભ્યોની ઉપસ્થિતિમાં મિટિંગ મળી હતી.

આ મિટિંગમાં વિવિધ એજન્ડા જેવા કે ગત માસની મિટિંગના એજન્ડા પર થયેલ કાર્યવાહી,આગામી દિવાળી તહેવારોમાં મુસાફરોની વધતી આવન-જાવનના કારણો તથા અકસ્માતો ટાળવા જરૂરી પગલાં લેવા,ઉમરવાડાથી અંસાર માર્કેટને જોડતા રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા તથા ગ્રામજનોની અવર જવરની સમસ્યા દૂર કરવા,જિલ્લા સ્તરે માર્ગ સુરક્ષા પ્રવૃત્તિઓમાં સડક સુરક્ષા મિત્ર સ્વયં સેવકોને જોડવા,નર્મદા મૈયા બ્રિજ પરથી ભરૂચ જિલ્લાના સ્થાનિક ખેડૂતો,માછીમારો અને નાના વેપારીઓને જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરવા વાહનોને પસાર થવાની મંજૂરી આપવા તથા આર્થિક અન્યાયનું નિવારણ કરવા અને ભરૂચ શહેરમાં નિર્માણાધીન માર્ગો અને ડિવાઈડરની કામગીરીમાં જરૂરી ફેરફાર કરી ટ્રાફિકની સમસ્યા નિવારવા તથા માર્ગની સુંદરતા અને નાગરિકોની સુવિધા જાળવવા સહિત 6 એજન્ડા ઉપર સમીક્ષા કરી ચર્ચા કરવામાં આવી હતી.

આ મિટિંગમાં જિલ્લા કલેકટરે થતા અકસ્માતોની ઘટનાઓમાં નિર્દોષ નાગરિકોના જીવ બચાવવા અને માર્ગોની બાજુમાં ઊગી નીકળતા ઝાડી-ઝાંખરા દૂર કરવા,નેશનલ હાઇવે ઉપર એકઠી થતી ધૂળની સાફ-સફાઈ સહિત રોડ સેફટી પર સંબંધિત અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા.

આ રોડ સેફટી મિટિંગમાં અધિક કલેકટર આર.બી.ભોગાયતા, એ.એસ.પી અજયકુમાર મીણા,પ્રાંત અધિકારી તેમજ આર.ટી.ઓના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!