ઝઘડિયાના લાડવાવડ ખાતે શાહ પરિવાર તરફથી માતા પિતાની સ્મૃતિમાં શિવધામ સ્મશાન ભૂમિનું લોકાર્પણ કરાયું

SHARE:

– શાહ પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અંતિમ વિધિ સમયે પડતી અગવડોને દૂર કરવાના હેતુસર ભગીરથ કાર્ય કરવામાં આવ્યું

 

(જયશીલ પટેલ, ઝઘડીયા)

લાડવાવડ ખાતે ડૉ.ભરતભાઈ શાહ પરિવાર તરફથી માતા-પિતાની સ્મૃતિમાં સમાજાર્થે ‘શિવધામ’ સ્મશાનભૂમિનું લોકાર્પણ

ઝઘડિયા,લીમોદરા,સુકવણા અને પોરા સહિતના આસપાસના ગ્રામજનોને અંતિમ સંસ્કાર માટે બે અદ્યતન ભઠ્ઠીઓની સુવિધા મળશે, રાજકારણથી પર રહીને સેવાભાવી અગ્રણીઓને સંચાલનમાં જોડાવા અપીલ કરી હતી.

ઝઘડિયા સમાજસેવા અને પરોપકારની ઉમદા ભાવના સાથે મૂળ મઢીવાળા ડો. ભરતભાઈ હરિવદન શાહ અને તેમના પરિવાર દ્વારા પોતાના પૂજ્ય માતા-પિતાની પવિત્ર સ્મૃતિમાં લાડવાવડ ખાતે નવનિર્મિત ‘શિવધામ’ (મોક્ષધામ) આજરોજથી સમગ્ર સમાજના લાભાર્થે અર્પણ કરવામાં આવ્યું છે. આ માનવતાવાદી કાર્યથી પંથકના અનેક ગામોને અંતિમ સંસ્કારની પાયાની અને સુવ્યવસ્થિત સુવિધા ઉપલબ્ધ બની છે.

ગ્રામ્ય વિસ્તારોમાં અંતિમ વિધિ સમયે પડતી અગવડોને દૂર કરવાના હેતુથી શાહ પરિવાર દ્વારા લાડવાવડ ખાતે આ ‘શિવધામ’માં બે સુવ્યવસ્થિત ભઠ્ઠીઓનું નિર્માણ કરી આપવામાં આવ્યું છે. આ સુવિધા કાર્યરત થતાં લાડવાવડ ઉપરાંત આસપાસના ઝઘડિયા, લીમોદરા, સુકવણા, પોરા તેમજ નજીકના અન્ય ગામોના નાગરિકો દુઃખના સમયે આ શિવધામનો સીધો લાભ લઈ શકશે.

દાતા પરિવાર તરફથી આ પવિત્ર કાર્યને કાયમી ધોરણે સુચારુ રૂપે ચલાવવા માટે એક ખાસ અનુરોધ પણ કરવામાં આવ્યો છે. શિવધામના યોગ્ય આયોજન, અમલીકરણ, દૈનિક સંચાલન અને જાળવણીની વ્યવસ્થામાં કોઈપણ પ્રકારના રાજકારણથી સંપૂર્ણપણે પર રહીને, માત્ર નિઃસ્વાર્થ સમાજસેવામાં શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવતા હોય તેવા સેવાભાવી અગ્રણીઓ અને સજ્જનોને આ સત્કાર્યમાં સહભાગી થવા ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પંથકના વધુમાં વધુ લોકો સુધી આ સુવિધાની જાણકારી પહોંચે અને જરૂરિયાતના સમયે ગ્રામજનો તેનો યોગ્ય લાભ લઈ શકે તે માટે સ્થાનિક આગેવાનો દ્વારા માહિતીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.ડૉ.ભરતભાઈ શાહ પરિવારના આ ઉમદા અને લોકઉપયોગી કાર્યની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!