NDPS ના કેસમાં નર્મદા જિલ્લામાં બે આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા

SHARE:

– 2 લાખ નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષ ની સાદી કેદની સજાનો હુકમ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

NDPS ના કેસમાં નર્મદા જિલ્લામાં બે આરોપીઓને 20 વર્ષ ની સખત કેદની સજા થઈ છે.

કેસની વિગત મુજબ નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રીકટ જજ સાહેબની કોર્ટમાં ચાલેલ સ્પે.એન.ડી.પી.એસ કેસના કામના આરોપીઓભંવરલાલ સુંડારામ બિસ્નોઈ(સારણ) રહે.દયાસાગર ખારા, તા.લોણી, જી.જોધપુર, રાજસ્થાન તથા અણદારામ શૌતાનરામ બિસ્નોઈ (સારણ) રહે. સારણો કી ઢાણી, દયાસાગર ખારા, તા.ફણોલી જી.જોધપુરને એન.ડી.પી.એસ એકટની કલમ– ૮(સી),૧૫,૨૯ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.

ગોહીલની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર એડી.સેસન્સ જજ કે.આર.પંડયાનાઓએ આરોપીઓને એન.ડી.પી.એસ એકટની કલમ– ૮(સી),૧૫,૨૯ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવીને પ્રત્યેક આરોપીઓને ૨૦(વીસ) વર્ષ સખત કેદની સજાનો હુકમ કરેલ છે.

કેસની વિગત જોતા આરોપીઓ પોતાના અંગ કબ્જાનો કેસરી કલરનો ટેમ્પો કોઠળાઓ નંગ-૬૧માં કુલ માદક પદાર્થ અફિણના પુષ ડોડ ૧૧૩૨ કિલો ૩૧૬ ગ્રામની કુલ ૩૩,૯૬,૯૪૮ નો અને અન્ય મુદ્દામાલ સાથે સાગબારાથી ઝડપાયા હતા આ ગુનામાં આરોપીઓને બે આરોપીઓને 20 વર્ષ ની સખત કેદની સજા થઈ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!