– દિવાળીના તહેવારોમાં બંધ મકાનને નિશાન બનાવી સોનાની ચોરી કરી તસ્કરો પલાયન
ભરૂચ,
આમોદ તાલુકાના સમની ગામે ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે ભાઈબીજ કરવા અમદાવાદ ગયા અને રાત્રે તસ્કરોએ અંધારાનો લાભ લઈ સમની ગામે ભરતભાઈ પટેલના ઘરનો મુખ્ય દરવાજાનુ તાળુ તોડી ઘરની અંદર પ્રવેશ કરી મુખ્ય રૂમમાં આવેલ તિજોરીના લોક કોઈ લોખંડના સાધન વડે તોડી અંદર રાખેલ દોઢ તોલાની સોનાની બે જોડ બુટ્ટીઓ જેની કુલ કિંમત રૂપિયા ૧,૮૯,૦૦૦ ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા.મકાન માલિક ભરતભાઈ પટેલે આમોદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આમોદ પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી ડોગ સ્કોર્ડ સહિતની ટીમોની મદદ લઈ તપાસ હાથધરી હતી.



