– આગની ઘટનાને લઈને ધુમાડાના ગોટે ગોટા ઉડતા કામદારોમાં નાસભાગ મચી હતી
– તાત્કાલિક આગ પર કાબુ મેળવતા રાહતનો શ્વાસ : આગ બુઝાતા પીળા ધુમાડા આકાશમાં ઉડતા પર્યાવરણની સુરક્ષા સામે સવાલો
ભરૂચ,
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીની ઓફિસની છત પર આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. જોકે તાત્કાલિક બુઝાવવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી આગનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પ્લોટ નંબર 702/4 માં કાર્યરત પ્રેરણા કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં રોજ બરોજ ની જેમ કામગીરી ચાલી હતી.તે અરસામાં ઓફિસ બિલ્ડીંગની છત પર એકા એક આગ ભભૂકી ઉઠતા કામદારોમાં નાસભાગ મચી હતી અને કંપની બહાર નીકળી ગયા હતા. આગના કારણે ધુમાડા ના ગોટે ગોટા ઉડતા ફાયર વિભાગને જાણ કરવાની તજવીજ હાથધરી રહ્યા હતા. જોકે કામદાર દ્વારા બિલ્ડીંગ ની છત પર પહોંચી આગને તાત્કાલિક બુઝાવતા કંપની સંચાલકો અને કામદારોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો.સદ્દનસીબે આગ ની ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી.પરંતુ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હતી.જેમાં કંપની બિલ્ડીંગની છત પર આ રીતે મટીરીયલ્સ કે વેસ્ટ આ રીતે રાખવું જોખમી ભર્યું છે.કારણ કે કોઈ મોટી દુર્ઘટના સર્જી શકે છે અને જાનહાની નોંધાઈ શકે છે. ત્યારે આવી ગંભીર બેદરકારી સામે જબાવદાર સંચાલકો સામે તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.જેથી આગના બનાવો બનતા અને જાનહાની થતા અટકાવી શકાય.




