2020માં પૂર્ણ થનારો પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરની ધીમી ગતિએ 6 વર્ષ પછી પણ 2026માં પણ અધૂરો રહેતા મંત્રી ત્રિકમ છાંગાએ અધિકારીઓનો ઉધડો લીધો

SHARE:

– મંત્રીની મ્યુઝિયમની મુલાકાતથી દોડતું થયેલું તંત્ર

– ગરુડેશ્વરમાં 258 કરોડે પહોંચેલું નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ 6 વર્ષ બાદ પણ અધૂરું કેમ?

– મંત્રીએ નારાજગી વ્યક્ત કરી કોન્ટ્રાકટર સામે કરાયેલી કાર્યવાહીં સામે જવાબ માંગ્યો

– 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા તાકીદ કરાઈ

(જ્યોતિ જગતાપ, રાજપીપળા) 

વિશ્વભરમાં આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતની ઓળખ ઊભી કરવાના હેતુથી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર નજીક 25 એકર વિસ્તારમાં નિર્માણાધીન 509 કરોડનાં ખર્ચે બનનારો

નેશનલ ટ્રાઈબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝિયમનો પ્રોજેક્ટ વર્ષોથી અટવાયેલો પડ્યો છે.વર્ષ 2020માં પૂર્ણ થવાનો લક્ષ્યાંક ધરાવતું આ મ્યુઝિયમ છ વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ તૈયાર થયું નથી.એ બાબતે બે દિવસની મુલાકાતે પધારેલા રાજ્યકક્ષાના મંત્રી

ત્રિકમભાઈ છાંગાએ 6 વર્ષનો વિલંબ કેમ થયો એ બાબતે મંત્રીએ અધિકારીઓનો ઉધડો લેતા તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.

ગરુડેશ્વરમાં 258 કરોડે પહોંચેલું નેશનલ ટ્રાઈબલ મ્યુઝિયમ 6 વર્ષ બાદ પણ અધૂરું કેમ નથી થયું?એ બાબતે મંત્રીએ નારાજગી વ્યક્ત કરી કોન્ટ્રાકટર સામે કરાયેલી કાર્યવાહીં સામે જવાબ માંગ્યો હતો અને દર 15 દિવસે પ્રગતિ અહેવાલ રજૂ કરવા અને બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે.

2027 ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આદિવાસીઓ ની વોટ બેન્ક કબ્જે કરવા ચૂંટણી પહેલા આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે.ચૂંટણી પહેલા આ પ્રોજેક્ટ શરૂ નહીં થાય તો ભાજપાને નુકસાન થવાની પણ ધારણા છે.

તાજેતરમાં દેશભરમાં ભગવાન બિરસામુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી છે.ત્યારે આ મ્યુઝિયમક્યારે ખુલ્લું મુકાશે તેવી પ્રબળ લોકમાંગ પણ ઊઠી છે. વર્ષ 2017-18માં મંજૂર થયેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની કામગીરીકોન્ટ્રાક્ટરની ધીમી ગતિને કારણે જાણે અધવચ્ચે અટકી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્ય, બલિદાન અને સંઘર્ષને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આ મ્યુઝિયમનું આયોજન કરાયું હતું.જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના હતાં.શરૂઆતમાં આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 102.55 કરોડ નક્કી થયો હતો, જે વધીને 137.01 કરોડ અને ફેબ્રુઆરી 2026ના કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ 257.94 કરોડ પર પહોંચી ગયો છે.509 કરોડનો પ્રોજેક્ટ હવે ક્યા જઈને અટકશે,? હજી કેટલો ખર્ચ વધશે? એ મોટો પ્રશ્ન છે.

આમ, ખર્ચ અઢી ગણાથી વધુ થવા છતાં મ્યુઝિયમ હજુ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવાની સ્થિતિમાં આવ્યું નથી. એકતાનગરને વિશ્વસ્તરીય પ્રવાસનસ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે,ત્યારે આદિવાસી સમાજના ગૌરવ સાથે જોડાયેલા પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ સામે સવાલો ઊભા થયા છે.દેશભરમાં બની રહેલા 11 ટ્રાઈબલ મ્યુઝિયમ અને ગરુડેશ્વર પ્રોજેક્ટનું ગણિત કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા દેશના 10 રાજ્યોમાં કુલ 11 ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર્સ મ્યુઝિયમ મંજૂર કરવામાં આવ્યા છે.આ પૈકી ઝારખંડ (રાંચી), મધ્યપ્રદેશ (છીંદવાડા અને જબલપુર) તથા છત્તીસગઢ (નવા રાયપુર) સહિતના રાજ્યોમાં મ્યુઝિયમતૈયાર થઈને લોકાર્પિત પણ થઈ ચૂક્યા છે, જ્યારે ગરુડેશ્વરનું નેશનલ મ્યુઝિયમ હજુ પણ નિર્માણાધીન છે.જે હવે 2027 માં ક્યારે પૂર્ણ થશે એની ખાતરી નથીપણ 2027 માં વિધાનસભાની ચૂંટણી માટે માંડ એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે ચૂંટણી પહેલા આ મોટો પ્રોજેક્ટ પૂર્ણ કરવા સરકાર કટીબદ્ધ બની છે.રાજકીય રીતે પણ આ પ્રોજેક્ટનું વિશેષ મહત્વ અપાઈ રહ્યું છે.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અંદાજે 5-6 કિમીદૂર આકાર લઈ રહેલા આ મ્યુઝિયમમાંઆદિવાસી સંગ્રામને 3 તબક્કામાંદર્શાવાશે: (1) 1857 પહેલાનો સમયગાળો, (2) 1857થી 19મી સદીના અંત સુધી અને (3) 20મી સદીથી આઝાદી સુધી.અહીં દેશના 16 મુખ્ય અને 93 જેટલા નાના-મોટા આદિવાસી વિદ્રોહોની ગાથા 3D હોલોગ્રામ, 7Dઓડિટોરિયમ અને લાઇટ એન્ડ સાઉન્ડશો દ્વારા જીવંત કરાશે.આ પ્રકલ્પ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમાજના સાહસ, બલિદાન અને નેતૃત્વને રાષ્ટ્રીય સ્તરે સ્થાયી સ્વરૂપે સન્માન આપવાના ઉદ્દેશથી આકાર લઈ રહ્યો છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!