નેત્રંગમાં આદિવાસી દિવસની ઉજવણીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિતી

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

આજરોજ તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ નામના સંગઠન દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા ડો.તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો.કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીઓના હક સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે જે મત મેળવ્યા છે, એ છેતરપીંડીથી મેળવ્યા છે જેને રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ મૂક્યું છે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.

તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે આથી તેનો વિરોધ કરવામાં આવે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!