ભરૂચ,
૭૯ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કાર્યક્રમ બાદ ડૉ.કે.એલ.એન.રાવ પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટનાઓના આદેશથી ભરૂચ જિલ્લા જેલ ખાતે રહેલ સારી પ્રતિભા ધરાવતા બંદીવાનો માટે તેઓમાં રહેલી પ્રતિભા બહાર લાવવા અને તેઓનો આત્મવિશ્વાસ અને મનોબળ મજબૂત કરવાના ઉમદા હેતુને લક્ષ્યમાં રાખી જેલ ખાતે સંગીત, ડાન્સ, એકપાત્રીય અભિનય જેવા કાર્યક્રમોનું આયોજન કરવા જણાવવામાં આવેલ તેમજ બહારથી નિર્ણાયકો બોલાવી શ્રેષ્ઠ કૃતિ અંગેના નિર્ણયો લેવા જણાવવામાં આવેલ… સદરહું બાબતે આજરોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે અધિક્ષક એન.પી.રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ભજન સંધ્યા, સંગીત અને દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત ટીમલી નૃત્ય જેવી સ્પર્ધાઓમાં તેમજ વિવિધ રમતો રમાડવામાં આવેલ જેમાં, રસ્સા ખેચ, કોથડા દોડ, સિક્કા શોધવા,રીંગ પાસીંગ ગેમ તેમજ મેમરી ગેમની રમતો રમાડવામાં આવેલ સારી પ્રતિભા ધરાવતા બંદીવાનોએ ભાગ લીધો હતો.પ્રયાસ સંસ્થાના કાર્યકર આશિષ બારોટ દ્વારા ઈવેન્ટ રજૂ કરનાર બંદીવાનનોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવેલ છે.
આ ૭૯ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી જેલ વિભાગના વડા ડી.જી.પી ડો.કે.એલ.એન.રાવ નાઓના વરદ હસ્તે તથા એસ્ટ્રલ ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી ભરૂચ જિલ્લા જેલ ખાતે બંદિવાનો માટે ડીજીટલ કલાસરૂમનું વર્ચ્યુઅલી ઉદ્દઘાટન કરવામાં આવેલ જેનાથી બંદિવાનો જેલમાં રહી અભ્યાસ માટે મદદરૂપ બની રહેશે.




