ભરૂચમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો

SHARE:

– ગ્રામ્ય અર્થતંત્રમાં સહકારી મંડળીઓની ભૂમિકા  અને મહત્વતા અંગે ચર્ચા કરાઈ

ભરૂચ,

ભરૂચમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં  સેમિનારનું આયોજન કરાયું હતું.જેમાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વિશેષ સહકારી મંડળીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક ના સભાખંડ ખાતે  રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયો હતો.સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં સહકારી આંદોલનની મજબૂતી અને ગ્રામ્ય અર્થતંત્રમાં સહકારી મંડળીઓની ભૂમિકા અંગે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો.તેમણે સહકારી સંસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકારની યોજનાઓ અને પગલાંની માહિતી આપી  જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર રાજ્યના વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી છે અને સહકારની શક્તિથી સમૃદ્ધિ હાંસલ કરી શકાય છે.આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો સાથે મંત્રીએ સંવાદ કરી તેમના પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન પણ આપ્યું હતું.સેમિનાર માં  સહકારી મંડળીઓની પારદર્શિતા,આધુનિકીકરણ અને ડિજિટલાઈઝેશન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી, વાગરાના ધારાસભ્ય અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન અરુણસિંહ રાણા, દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ ભરૂચ ભાજપ જીલ્લા પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ સહકારી મંડળીઓના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!