(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુરના કવાંટ તાલુકાના ધનપુર અને મોરાંગણા ગામ વચ્ચે હેરણ નદી ઉપર ૬૫૧ લાખના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજનું પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.આ બ્રીજ નિર્માણ પામ્યા બાદ વિસ્તારના આંતરિક ગામોના લોકો તાલુકા મથક સાથે ટૂંકા અંતરમાં જોડાઈ શકશે. ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરી અત્યંત જરૂરિયાતવાળા કામો મંજુર કરાવી લાવ્યા છે. પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા દ્વારા અનેક ગામોમાં નવીન રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે.
આ પ્રસંગે ધારાસભ્ય જયંતિ રાઠવાએ જણાવ્યું હતું કે, આ નવીન પુલના નિર્માણ થી વિસ્તારના આંતરિક ગામોના લોકો તાલુકા મથક સાથે ટૂંકા અંતરમાં જોડાઈ શકશે.મારી પ્રજાને તકલીફ ના પડે તે માટે સરકારમાં રજૂઆત કરી આ બ્રિજને મંજૂર કરાવવામાં આવ્યો છે.સ્થળ પર કામગીરી વ્યવસ્થિત થાય અને સમય મર્યાદામા કામ પૂર્ણ થાય તેવા ધારાસભ્યે સૂચન કર્યા છે.ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર હંમેશાં પ્રગતિશીલ રહે છે.રાજ્ય સરકાર લોકોના વિકાસ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. સરકારની આવી વિવિધ યોજના થકી લોકોનો આર્થિક, શારીરિક અને સામાજિક એમ સર્વાંગી વિકાસ થાય છે.આ બ્રીજનું નિર્માણ પામતા ગામના લોકોની સગવડમાં ચોક્કસપણે વધારો થશે જેના કારણે ગામના વિકાસને વેગ મળશે અને ગ્રામજનોમાં આવતી મુશ્કેલી અને અગવડો દૂર થશે એમ ધારાસભ્યએ જણાવ્યું હતું.




