– પાણીની આવકને કારણે જળ સપાટીમાં વધારો : કરજણ ડેમની સપાટી ૧૦૮.૭૮ મીટર પર પહોંચી
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમના ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકને કારણે જળ સપાટીમાં વધારો થયો છે.સતત વધતી જતી આવકને કારણે કરજણ ડેમ ૭૨.૪૬ ટકા ભરાઈ જતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે હજી ઘણો વરસાદ બાકી છે ત્યારે ડેમ આ વર્ષે ૧૦૦ ટકા ભરાવાની શક્યતા છે.હાલ કરજણ ડેમની સપાટી ૧૦૯.૭૮ મીટર પહોંચી છે.
ડેમમાં લાઈવ સ્ટોરેજ ૩૬૬.૩૪ મિલિયન ઘન મીટર છે.ગ્રોસ સ્ટોરેજ ૩૯૦.૩૫ મિલિયન ઘન મીટર છે.ડેમમાં પાણીની આવક ૩૨,૨૩૩ ક્યુસેક નોંધાઈ છે.હાઈડ્રોપાવર ચાલુ થયા છે.એમાંથી ૪૨૫ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે અને ગેટ માંથી ૩૧,૮૦૮ ક્યુસેક પાણી છોડાતા કુલ જાવક ૩૨,૨૩૩ ક્યુસેક નોંધાઈ છે.હાલ કરજણ ડેમના ૨,૩,૫,૭ નંબરના ૧.૮૦ મીટર પહોળા કુલ ૪ ગેટ ખોલાયા છે. ડેમ માંથી ૩૨,૨૩૩ ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે.કરજણ પુલ અડધો ડૂબી ગયો છે.
કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર મયંક રાઠોડ ના જણાવ્યા અનુસાર નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના રાજપીપલા સહીત ભદામ, ભચરવાડા,ધાનપોર,હજર રપરા,ધમણાછા ૬ ગામોને એલર્ટ કરાયા છે.અને.કરજણ પુલ પર અવર જવર બંધ કરાઈ છે.કરજણનું પાણી જોવા લોક ટોળાં ઉમટતા હાલ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.




