જંબુસર નગરપાલિકામાં આઉટ સોર્સિંગથી સફાઈની કામગીરી બંધ કરવા ચીફ ઓફિસરને આવેદન

SHARE:

– ૭ દિવસમાં નિરાકરણ નહીં આવે તો ૪ સપ્ટેમ્બર થી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર નગરપાલિકા દ્વારા આઉટ સોર્સિંગથી સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.તે બંધ કરાવવા અને ત્રણ દાયકા ઉપરાંતથી વર્ષો જૂની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા જંબુસર નગરપાલિકા સફાઈ કામદારોએ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી દિન સાતમાં માગણીઓનું નિરાકરણ નહીં આવે તો તારીખ ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ગાંધી ચીંધ્યા માર્ગે આ ચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારી હતી.

અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા પ્રમુખ મણીલાલ ડી સોલંકીની આગેવાનીમાં નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં મંત્રી બાબુ સોલંકી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી સફાઈ કામગીરી કરાવવામાં આવી રહી છે.તે નહીં કરાવવા નામદાર હાઇકોર્ટ અને વડી કચેરીએ હુકમો કરેલ છે,છતાંય તે હુકમોનું ઉલ્લંઘન કરી ખુલ્લેઆમ અનાદર કરી રહ્યા છો,વંશ પરંપરાગત થી પાયાની કામગીરી કરતા છેવાડાના વાલ્મિકી સમાજના સફાઈ કામદારોની તો શી ગણતરી? સંઘ સાથે અનેકવાર સમાધાનો સાધેલા તેનો પણ ભંગ કરવામાં આવેલ છે.નગરપાલિકાની ગણતરી ડ વર્ગમાંથી બ વર્ગમાં થવાથી પણ તેઓના હક્કો અધિકારો અને વિશેષ લાભોથી વંચિત રાખી શોષણ કરવામાં આવી રહ્યું છે.ત્રણ દાયકા ઉપરાંતની વર્ષો જૂની પડતર માગણીઓ અંગે અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરી,પરંતુ સફાઈ કામદારોની વ્યાજબી અને ન્યાયીક માંગણીઓ આજ દિન સુધી સંતોષવામાં આવેલ નથી કે નિવારણ કરવામાં આવેલ નથી. જેને લઇ સફાઈ કામદારોમાં ઉગ્ર રોષ ફેલાઈ જવા પામ્યો છે.સદર બાબતે દિન સાતમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો તેમના હક્ક અધિકારો માટે ના છુટકે તારીખ ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજથી ગાંધી ચીંધ્યા માર્ગે  અચોક્કસ મુદ્દતની હડતાલનો આશરો લેવાની અને શહેરની સફાઈ બંધ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!