નર્મદા ડેમના ૫ દરવાજા ખોલી ૯૫ હજાર ક્યૂસેક પાણી છોડાયું : ૩ જીલ્લાનાં ૨૭ ગામમાં એલર્ટ

SHARE:

– સીઝનમાં બીજીવાર પાણી છોડાયું : ડેમ છલોછલ થવાથી ૨.૫૬ મીટર દૂર

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમ માંથી ૧.૫૨ લાખ ક્યૂસેક છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. ડેમમાં હાલ ૮૫૧૨ MCM (મિલિયન ક્યૂબિક મીટર) પાણીનો જથ્થો છે, એટલે કે ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે.ડેમની સપાટી ૧૩૬.૧૨ મીટર પહોંચી છે અને ઓવરફ્લોથી માત્ર ૨.૫૬ મીટર દૂર છે. ડેમમાં ૨.૧૦ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.જેની સામે તંત્ર દ્વારા ડેમના ૫ દરવાજા ખોલીને ૯૫ હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ એન્જિનિયરે ત્રણેય જિલ્લા કલેક્ટરોને સાવધાન કરવામાં આવ્યા છે.નર્મદા, ભરૂચ અને વડોદરા

જિલ્લાનાં ૨૭ ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ૧૫  દરવાજા ખોલવામાં આવ્યા હતા.૧ લી ઓગસ્ટે સાંજે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના વધુ 5

૫ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.ડેમના કુલ ૨૩ દરવાજા માંથી ૧૫ દરવાજા ખોલી ૩ લાખ ૨૭ હજાર ક્યૂસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું.જેથી નર્મદા કાંઠાના ૨૭ ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમ માંથી ગતરોજ બુધવારે સાંજે ૫ કલાકે ૧ લાખ ૫૨ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે,જે પાણી રાત્રીના સરદાર સરોવર નર્મદા બંધમાં આવ્યું હતું.એનાથી નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે.ઓમકારેશ્વર ડેમ માંથી પાણી છોડાતાં નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. હાલ ઉપરવાસ માંથી પાણીની આવક ૨,૧૦,૭૭૬ લાખ ક્યૂસેક જેટલી થઈ રહી છે.નદીમાં પાણીની જાવક ૯૫,૦૦૦ ક્યૂસેક થઈ રહી છે.કેનાલમાં પાણીની જાવક ૫૨૪૨ ક્યૂસેક છેલ્લા ૨૪ કલાકમાં પાણીની સપાટીમાં ૧.૨ સે.મીનો વધારો નોંધાયો છે.નદીમાં મહત્તમ ૯૫,૦૦૦ ક્યૂસેક પાણી વહેશે ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને સવારે ડેમના દરવાજા પુનઃ ખોલવામાં આવ્યા છે.ગેટ મારફત મહત્તમ ૪૫,૦૦૦ ક્યૂસેક અને રિવરબેડ પાવરહાઉસ મારફત ૪૫,૦૦૦ ક્યૂસેક પાણી છોડવાની જાહેરાતને કારણે નદીમાં મહત્તમ ૯૫,૦૦૦ ક્યૂસેક પાણી વહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!