ભરૂચ,
આ વર્ષે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભરૂચની સરદાર પટેલ સોસાયટી ખાતે ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું.પર્યાવરણને અનુકૂળ ગણેશ ચતુર્થી ઉજવવાની પહેલના ભાગરૂપે આ પ્રતિમા ગાયના છાણ ગૌ ગોબર માંથી બનાવવામાં આવી છે.તાજેતરના વર્ષોમાં, માટીની પ્રતિમાઓ સાથે ગૌ ગોબરની પ્રતિમાઓનું ચલણ પણ વધ્યું છે.ભરૂચ શહેરમાં જ આ વર્ષે ૧૦૦થી વધુ સ્થળોએ આવી ઈકો ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.આ સ્થાપના કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો,પત્રકારો અને અન્ય મિત્ર મંડળોએ પૂજા, અર્ચના અને આરતી કરીને ગણેશજીના આશીર્વાદ લીધા હતા.આ સમગ્ર કાર્યક્રમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ અને બ્રહ્મ અગ્રણી રાજુ દેસાઈ સહિતનાઓ સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.




