નર્મદા સેવાસદન ખાતે સંકલનની બેઠકમાં સંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને આડે હાથે લીધા

SHARE:

– મનરેગા,યાલ મોવી બ્રીજ અને ટ્રાયબલ યુનિર્વસિટીનો મુદ્દો ઉછળ્યો : રસ્તાઓ પર પડેલા ખાડા રિપેર કરવા, શાળાઓના ઓરડા બનાવવા અંગે અધિકારીઓને આપી કડક સૂચના

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા સેવાસદન ખાતે સંકલનની બેઠક માંભારે ચર્ચાનો વિષય બનેલા મહત્વના મુદ્દાઓ મનરેગા, યાલ મોવી બ્રીજ અને ટ્રાયબલ યુનિર્વસિટીનો મુદ્દો  ઉછળતા આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને આડે હાથે લીધા હતા.એ ઉપરાંત રસ્તાઓ પર પડેલા ખાડા રિપેર કરવા, શાળાઓના ઓરડા બનાવવા અંગે અધિકારીઓને આપી કડક સૂચના આપી હતી.

સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને પલાખા પૂછતા અધિકારીઓમાં સન્નાટો છવાયો હતો.જંગલ જમીન ખેડતા અટકાવવા જતા વન વિભાગના અધિકારીઓ ને ગરીબોને હેરાન નહીં કરવા આપી સૂચના આપી હતી.સાંસદે રાજપીપલા સરકારી હોસ્પિટલમાં ૩ જન્મજાત બાળકોના મોત પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.એ ઉપરાંત હોસ્પિટલમાં કાળજી ન લેવાતા મોત ના આંકડા વધી રહ્યા હોવાની સાંસદે ચિંતા વ્યક્ત કરી હતી.જિલ્લાનું આરોગ્ય સારામાં સારું હોવું જોઈએ એમ જણાવ્યું હતું.

ખાસ મહત્વનો મુદ્દો ૭ વર્ષ થી ટ્રાઈબલ યુનિવર્સિટી કાર્યરત છે પરંતુ વિધાર્થીઓને ભાડાના મકાનોમાં રહેવું પડે છે.એ શરમજનક હોવાનું મનસુખ વસાવા એ જણાવ્યું હતું.ટ્રાઈબલ યુનિવર્સીટી બનીને તૈયાર છે પણ અધિકારીઓના બેદરકારીને કારણે ચાલુ નથી કરવામાં આવતી આવનારા દિવસોમાં હું વિઝીટ લઈશ.કોઈપણ સંજોગોમાં આ આદિવાસી વિદ્યાર્થીઓનું ભણતર સુધરવું જોઈએ એમ જણાવી અધિકારી ઓને જવાબદારી પૂર્વક કામ કરવા જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!