જન્મ – મરણના નવા સોફ્ટવેરમાં એન્ટ્રી કરવા અંગે હોસ્પિટલોના ડોક્ટર અને સ્ટાફ માટે ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં તાલીમ યોજાઈ

SHARE:

ભરૂચ,

ભરૂચ નગરપાલિકા અને ભરૂચ જિલ્લા સી.આર.એસ (જન્મ – મરણ) વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જુદી જુદી હોસ્પિટલોના ડોક્ટર અને તેઓના કર્મચારીઓને જન્મ – મરણની કામગીરી અપલોડ કરવાની કામગીરી કરતા હોય તેવા સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી.

સરકાર દ્વારા તા- ૧/૯/૨૦૨૫ થી જન્મ – મરણની એન્ટ્રી કરવા માટેનું નવું સોફ્ટવેર અપડેટ કરવામાં આવનાર છે.જેથી ભરૂચ પાલિકા હદ વિસ્તારમાં આવેલી ૨૫ થી વધુ જુદી જુદી હોસ્પિટલો અને મેટરનીટી હોમમાં જે જન્મ – મરણની નોંધણી અંગેની એન્ટ્રી અપડેટ કરવા બાબતે ડોક્ટરો અને તેઓના કર્મચારીઓને નગરપાલિકાના સભાખંડ ખાતે તાલીમ યોજવામાં આવી હતી.હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવા માટેના કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના સબ રજીસ્ટાર (જ.મ.) કલ્પેશ ગોરવાલા,ભરૂચ જિલ્લા સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સીસ્ટમ (સી.આર.એસ.) જન્મ – મરણ નોંધણી વિભાગના દિપાલી વશી હાજર રહેલા હતા.

જન્મ – મરણ નોંધણી વિભાગના દિપાલી વશીએ ડોક્ટર અને તેઓના સ્ટાફને નવા સોફ્ટવેરમાં જન્મ અને મરણની એન્ટ્રી કરવા અંગે અરજદારના કયા ડોક્યુમેન્ટને અપલોડ કરવાની સિસ્ટમ વિગતવાર સમજાવવામાં આવી હતી. જેના લીધે નવા જન્મ મરણના દાખલા પણ ઓન લાઈન મેળવી શકશે.જે તે હોસ્પિટલમાં જન્મ કે મરણ થાય તો તેની વિગતો અપડેટ કરવાની કામગીરી જે તે હોસ્પિટલ દ્વારા ભુલ કર્યા વગર સમય મર્યાદામાં પુર્ણ કરવા અંગે પણ તાકીદ કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!