ઝઘડિયાના દશા શ્રીમાળી વણિક પંચ દ્વારા ૧૬૧ મી ઉજાણીનો ઉત્સવ ઉજવાયો

SHARE:

– છેલ્લા ૧૬૧ વર્ષ થી ઉજવાતી ઉજાણીની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા ટાઉનમાં છેલ્લા ૧૬૧ વર્ષથી દશા શ્રીમાળી વણિક પંચ ઝઘડિયા દ્વારા ઉજાણી ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે.દશા શ્રીમાળી વણિક પંચ ઝઘડિયાના કુળદેવી એવા મહાલક્ષ્મી માતાના મંદિર ની સ્થાપના ૧૮૬૫ માં કરવામાં આવી હતી.ત્યારથી પંચ દ્વારા નિયમિત ભાદરવા સુદ આઠમ અને નોમ ના રોજ ઉજાણી ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક તેમજ સમાજ પ્રોત્સાહિત કાર્યક્રમો યોજવામાં આવે છે. આજરોજ ભાદરવા સુદ આઠમ,નોમના રોજ આ ઉજવણી ઝઘડિયા દશા શ્રીમાળી વણિક પંચ દ્વારા આયોજન કરવામાં આવી હતી.બે દિવસ ચાલતી આ ઉજવણી ના કાર્યક્રમમાં પંચ દ્વારા વકૃત્વ સ્પર્ધા, જ્ઞાતિજનીનું સમૂહ ભોજન, રમતગમતનું આયોજન, ગરબાનું આયોજન કરવામાં આવે છે.આ ઉપરાંત માતાજીની મંગળા આરતી, કેસર સ્નાન વિધિ,ધજા પૂજન વિધિ, માતાજીની શોભાયાત્રા ઝધડિયા નગરમાં ફેરવવામાં આવે છે તથા વકૃત્વ સ્પર્ધાના રમતગમતના વિજેતાઓને ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.છેલ્લા ૧૬૧ વર્ષથી ઉજવાતા આ ધાર્મિક કાર્યક્રમમાં ઝઘડિયાના મૂળ વતનીઓ જેઓ મુંબઈ વાપી વલસાડ સુરત વડોદરા,અમદાવાદ, ભરૂચ જ્યાં પણ રહેતા હોય તેઓ આ માતાજીના ઉજાણીના પ્રસંગે અચૂક વતનની માટીની મહેક માણવા ઉમટી પડે છે.બે દિવસના ઉજાણીના આ પ્રસંગ નિમિત્તે ઝઘડિયા આખામાં તહેવારમય વાતાવરણ બની રહે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!