આમોદમાં આવતીકાલે યોજાનાર ગણેશ વિસર્જન શોભાયાત્રાના રૂટ ઉપર પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

SHARE:

આમોદ,

આમોદ નગરમાં આવતી કાલે ભાદરવા સુદ દશમના દિવસે ગણેશ વિસર્જન યાત્રા હોય ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

આમોદના પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયાએ તમામ હાજર પોલીસ જવાનોને જણાવ્યું હતું કે આમોદ સંવેદનશીલ નગર છે જેથી પોલીસે રસ્તામાં આવતાં ધાર્મિક સ્થળો ઉપરાંત ધાબા પોઈન્ટ ધરાવતા સ્થળો વિશે જરૂરી માહિતી આપી હતી.તેમજ વિસર્જન યાત્રાના રૂટ ઉપર આવતા ધાબાઓનું ખાસ ચેકીંગ કરવામાં આવ્યું હતું.આવતી કાલે આમોદના ગણપતિ દાદાની શોભાયાત્રા હોય ૧ ડીવાયએસપી,૫ પી.આઈ,૯ પી.એસ.આઈ ,૭૦ એસઆરપી,૨૦૦ પોલીસ જવાન,૧૦૦ હોમગાર્ડ તેમજ જીઆરડી તેમજ બ્લેક કમાન્ડો સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.જે પોલીસ કાફલા સાથે આમોદ પોલીસ સ્ટેશનથી શ્રીજીના વિસર્જન રૂટ ઉપર પોલીસની ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!