– ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલતું હોય જેમાં ત્રણ દિવસ હાજરી આપવા માટેની મંજૂરી માંગતા નામદાર કોર્ટે મંજૂરી આપી : 8,9 અને 10 સપ્ટેમ્બર વિધાનસભામાં હાજરી આપશે
રાજપીપળા,
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરી માં ATVT ની બેઠકમાં ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી ની ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ થતા છેલ્લા 35 દિવસથી તેઓ જેલમાં છે.રાજપીપળા ખાતે જમીનના મંજુર થતા હવે હાઈકોર્ટમાં તેમણે જમીન માટે અરજી કરી હોય હજુ જમીન મળ્યા નથી માટે રાહ જોતા ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ આર.વી.વોરા અને કિશોર જે તડવીએ વિધાનસભામાં હાજરી આપવા માટેની મંજૂરી મંગાવાની અરજી કરતા નામદાર કોર્ટે શરતી વચગાળાના ત્રણ દિવસના જામીન મંજુર કર્યા છે.આગામી 8 સપ્ટેમ્બર સોમવારના રોજ 43 દિવસે બહાર આવશે અને વિધાનસભામાં હાજરી આપશે.ત્રણ દિવસની મુક્તિ બાદ 10 સપ્ટેમ્બરે બુધવારે તેમણે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પુનઃ હાજર થઈ જવાનું રહેશે.
આ બાબતે એડવોકેટ કિશોર જે તડવીએ જણાવ્યું હતું કે વિધાનસભાનું સત્ર ચાલતું હોય જેમાં હાજરી આપવા માટે ધારાસભ્ય તરીકે જવા માંગતા હોય નામદાર કોર્ટમાં વિધાનસભામાં જવા માટે જમીન આપવાની માંગ કરી હતી.જે નામદાર કોર્ટે મંજુર કરતા આગામી 8, 9, 10 ત્રણ દિવાસ પોતાના સ્વ ખર્ચે જાપ્તા સાથે તેઓ જેલ માંથી બહાર રહી શકશે.ગાંધીનગર ખાતે અને વિધાનસભામાં હાજરી આપી શકશે.10 તારીખે પરત હાજર થવાનું છે.એવા વચગાળાના ત્રણ દિવસના જમીન મળ્યા છે.




