આમોદની સુઠોદરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા આચાર્યનો અનોખો પ્રવેશોત્સવ ઉજવ્યો

SHARE:

આમોદ,

આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિકના શાળામાં શાળાના બાળકો દ્વારા પોતાના આચાર્યા રેખાબેન મકવાણાનો પ્રવેશોત્સવ ઉજવ્યો હતો.આમતો શિક્ષકો દ્વારા બાળકોનો પ્રવેશોત્સ મનાવવામાં આવે છે ૫રંતુ સુઠોદરા શાળામાં ભણતા અને કેળવણી પામેલા બાળકોના રીત અને રસમ અલગ છે.આજ થી ૧૩ વર્ષ ૫હેલા તા.૦૧.૦૯.૨૦૧૨ ના રોજ રેખાબેન સરભાણ કુમાર શાળામાંથી બદલી લઇ અત્રેની શાળામાં હાજર થયા હતા.જેમા તેમની સુઠોદરા પ્રાથમિક શાળામાં આજે ૧૩ વર્ષની શિક્ષણ યાત્રા પુરી કરી છે. ‘કર્મ એ જ પુજા’તેમનો જીવન મંત્ર છે.તેમજ ‘કર્મ એ જ ઘર્મ ‘ જીવનમંત્ર તેમણે બાળકોને શિખવાડયો છે.એ નાતે આજે બાળકોએ પોતાના ગુરુજીના શાળામાં હાજર થયેલ દિવસને તેમના પ્રવેશોત્સવ તરીકે ઉજવ્યો હતો.બાળકોના વ્હાલા રેખાબેન શાળામાં પ્રવેશ કર્યો એવા તેમને વ્હાલથી વિટળાઈ ગયા હતા.તેમજ પ્રાર્થનાખંડમાં શાળાના બાળકો દ્વારા પંખા ઉપર ફુલની પાંદડીઓ પાથરવામાં આવી હતી. પ્રાર્થનાખંડમાં વ્હાલા ગુરુજીએ પ્રવેશ કર્યો એેટલે પંખો ચાલુ કરી તેમના ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.તેમજ શાળાના બગીચામાંથી બનાવેલ પૂષ્પગુચ્છથી તેમનું અભિવાદન કરવામાં આવ્ચુ હતુ.મહત્વની વાત ઘોરણ ૧ થી પ માં અભ્યાસ કરતા નાના બાળકોની આટલી સમજશકિત જોઇ આયોજન જોઇ,તેમણે બાળકોને શિક્ષણની સાથે સાથે આપેલી કેળવણીનું જીવંત ઉદાહરણ જોઇ રેખાબેન ગદગદીત થઇ ગયા હતા.આ પ્રસંગે એસ.એમ.સી.સભ્યો, એમ.ડી.એમ.સભ્યો, આંગણવાડી સભ્ચો તેમજ વડીલ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહયા હતા.તેઓ દ્વારા ૫ણ બહેનને પુષ્પગુચ્છ આપી સન્માનવામાં આવ્યા હતા.તેમજ તેમની ૧૩ વર્ષની કામગીરીને બિરાદાવી હતી.જેમા શાળાને ‘C’ ગ્રેડમાંથી A++ (એ ડબલ પ્લસ )શાળા બનાવવા સુઘીની સફરમાં તેમણે પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ,આમોદ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ,ભરૂચ જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ગુજરાત રાજય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ,ચિત્રકુટ એવોર્ડ,બાળપ્રતિષ્ઠાન એવોર્ડ,૫ર્યાવરણ એવોર્ડ, ગુજરાત ગૌરવ એવોર્ડ જેવા અનેક એવોર્ડો પ્રાપ્ત કરી શાળાનું તેમજ ગામનું નામ રોશન કરવા બદલ તેમને બિરદાવ્યા હતા.હાલમાં ૫ણ તેઓની જીલ્લા ફેર બદલી થઇ ગયેલ હોવા છતા માતૃત્વપ્રાપ્ત વિદ્યાસહાયકની ભરતી થવાથી જે ૫રિસ્થિત નિર્માણ થઇ તેમા તેમણે શાળા અને બાળકોના હિતને મહત્વ આપી વઘુ ૬ મહિનાનો સમય તેમણે સુઠોદરા માટે ફાળવ્યો છે.એ બદલ તેમનુ ઋણ વ્યકત કર્યુ હતુ.આ પ્રસંગે રેખાબેન દ્વારા બાળકો માટે તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા તેમણે વ્હાલા બાળકોને પોતાના હાથે પિરસીને જમાડયા હતા અને તેમના જીવન મંત્ર કર્મ એ જ પુજાનું ઉદાહરણ પુરુ પાડયુ હતુ.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!