– મલહાર રાવ 99 પગથિયાં નર્મદાના પુરમાં ગરકાવ : ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંભ
– 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનું હોય ચાણોદના પંડિતો ચિંતિત
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા ડેમમાથી વિશાળ જળ રાશિ નર્મદામાં છોડતા ઘોડાપુરની અસર જોવા મળી હતી.જેમાં વડોદરાના ચાણોદનો ઐતિહાસિક મલહાર રાવ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.મલહાર રાવના 108 પગથિયાનો ઘાટ છે.જે પૈકી જેના 99 પગથિયાં નર્મદા ના પુર માં ગરકાવ થઈ ગયા હતા.જેને કારણે ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંભ થઈ રહ્યો છે.7 તારીખ થી શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનું હોય ચાણોદ ના પંડિતો ચિંતિત બન્યા છે.નાવિકોની રોજગારી પણ બંધ થઈ ગઈ છે.ચાણોદમાં પુરની સ્થિતિ સર્જાઈ છે.આજે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા.નર્મદા ડેમ માંથી 4.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું હોવાથી નર્મદા,ભરૂચ અને વડોદરાના 27 ગામોને અસર થઈ છે.




