ભરૂચમાં દેવામાં જલ્લાદ બનેલા જનક જગદીશે પત્ની,પુત્ર અને પુત્રીની ગળું કાપી કરેલા ત્રેવડા હત્યાકાંડમાં આજીવન કેદ

SHARE:

– જગદીશે પોતે પણ ગળું અને હાથ પર ઘા મારી આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ

– કોર્ટમાં પોતાને ફાંસીની સજાની કરી હતી આ જઘન્ય માંગ

– સાત વર્ષ પહેલાંના હત્યાકાંડમાં ભરૂચ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજે આજીવન કેદનો કર્યો હુકમ

ભરૂચ,

ભરૂચના ભોલાવમાં ૭ વર્ષ પહેલાં જલ્લાદ બનેલા જનક જગદીશે પત્ની,પુત્ર અને પુત્રીનું ગળું રેહસી કરેલા ત્રેવડા હત્યાકાંડમાં કોર્ટે ફટકારી આજીવન કેદ હતી.

ભરૂચની ભોલાવમાં રંગકૃપા સોસાયટીમાં રૂપિયા ૬ હજારના ભાડે રહેતા ભાવનગરના પરિવારના ૭ વર્ષ પહેલાના ત્રેવડી હત્યા અને આત્મહત્યાના પ્રયાસે લોકોને હચમચાવી દીધા હતા.પાનોલીની કેમિનોવા કંપનીમાં નોકરી કરતા સુપરવાઈઝર જગદીશ સોલંકીનો પગાર ૨૫ હજાર હતો. બેંકની ૩ લાખની લોન અને ૮૦ હજારનું દેવું હતું. મહિને ૧૩ હજારનો હપ્તો અને ૬ હજારનું ભાડું ભરપાઈ નહિ કરી શકતા જગદીશ જલ્લાદ બન્યો હતો. ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮ ની બપોરે ઘરમાં જ ૩૦ વર્ષની પત્નીને પાણી આપવાનું કહી તેની ઉપર ધારદાર ચપ્પાથી ગળા ઉપર હુમલો કરેલ, તેણી બચવા બુમો પાડતા હિચકારો હુમલો કરી તેણીને ઉપરા-છાપરી ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.ત્યાર બાદ વ્હાલસોયા અઢી વર્ષના દિકરા વેદાંતને પહેલા મનભરી કીસ કરી તેના પણ ગળા પર ચપ્પુથી તિક્ષ્ણ ઘા કરી મારી નાંખેલ. ઘોડિયામાં રહેલી ઢીંગલી સમાન ૭ માસની વ્હાલી દીકરીને પણ મનભરી કિસ કરી રડી રડીને તેના ગળે પણ ચપ્પુથી તિક્ષ્ણ ઘા કરી મારી રેહસી નાખી હતી.ત્રેવડી હત્યાને અંજામ આપયવ બાદ જગદીશે પોતાના ગળા અને હાથ પર ચપ્પુથી ઘા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ભરૂચના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.કે. દેસાઈની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. જિલ્લા સરકારી વકીલ પી.બી.પંડ્યાએ તમામ પુરાવા, દલીલો રજૂ કરી આ જઘન્ય અને રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી.પત્ની અને બે માસૂમ બાળકના હત્યારા જગદીશે પણ કોર્ટ સમક્ષ પોતાને ફાંસી આપવા કહ્યું હતું. અદાલતે આ જઘન્ય અપરાધ અને ગંભીર ગુનામાં પોતાના પરિવારના જ ઘાતકી હત્યારા અને ટ્રિપલ મર્ડરના આરોપી જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!