ભરૂચ,
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડ (જીએનએફસી), ભરૂચની 49મી વાર્ષિક સામાન્ય સભા 9 સપ્ટેમ્બર, 2025 મંગળવારના રોજ બપોરે 3 કલાકે વિડિયો કોન્ફરસીંગ દ્વારા યોજાઈ હતી.
શેરહોલ્ડર્સને સંબોધિત કરતાં પંકજ જોષી આઈએએસ આ વાર્ષિક સામાન્ય સભાના અધ્યક્ષએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની તરફથી તમામ ઉપસ્થિતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે AGMમાં હાજરી આપવા અને કંપની પ્રત્યે રાખેલ સતત વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો.તેમણે વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ કંપનીએ સ્થિર કામગીરી આપી અને હિતધારકો માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જ્યું હતું.
વિત્તીય વર્ષ 2024–25 દરમ્યાન જીએનએફસી એ રૂ. 7,892 કરોડનું આવક,રૂ.790 કરોડનો કર પહેલાંનો નફો (PBT) અને રૂ. 585 કરોડનો કર બાદનો નફો (PAT) હાંસલ કર્યો, સાથે જ પ્રતિ શેર આવક (EPS) રૂ.39.85 રહી હતી.
શેરહોલ્ડર્સના રોકાણ પર સતત પરત સુનિશ્ચિત કરવા માટે, બોર્ડ દ્વારા પ્રતિ શેર રૂ. 18 (@180%) ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે,જે રૂ. 264.49 કરોડના ચુકવણી જેટલું છે—જે નેટ પ્રોફિટના અંદાજે 45% બરાબર છે.
ઓપરેશનલ અને માર્કેટિંગ કામગીરી:
જીએનએફસી એ કાચામાલના અસ્થિર ભાવોને પહોંચી વળવા માટે તેના ઓપરેશન્સ અને પ્રોડક્ટ મિક્સનું ઑપ્ટિમાઈઝેશન કર્યું અને ટેકનિકલ ગ્રેડ યૂરિયા, મેથાઈલ ફોર્મેટ અને ફોર્મિક એસિડમાં રેકોર્ડ વેચાણ હાંસલ કર્યું હતું.યૂરિયા, ટી.ડી.આઈ અને એ.એન.મેલ્ટ જેવા ઔદ્યોગિક ઉત્પાદનો ટર્નઓવર માટે મહત્વપૂર્ણ સાબિત થયા હતા. જ્યારે ખાતરના વેચાણ ક્ષમતા અને બજારની માંગને અનુરૂપ જળવાઈ રહ્યા.
નર્મદા ખેડૂત સહાય કેન્દ્રો (NKSKs) મારફતે, કંપનીએ યૂરિયા,એ.એન.પી અને નોન-બલ્ક કૃષિ ઈનપુટ્સ સાથે ખેડૂતોને સેવા આપવાનું ચાલુ રાખ્યું છે.આઈટી વિભાગ (n) Code Solutions એ ₹80 કરોડની આવક અને કરપૂર્વ નફો ₹17 કરોડ નોંધાવ્યો અને વિશ્વસનીય ડિજિટલ સોલ્યુશન્સ પ્રદાતા તરીકે પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે.
વૃદ્ધિ અને વિસ્તરણ યોજનાઓની વાત કરવામાં આવે તો જીએનએફસી વ્યૂહાત્મક રોકાણો અને વિસ્તરણ પ્રોજેક્ટ્સ દ્વારા વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.
સૌર ઊર્જા પ્રોજેક્ટ જૂન 2024માં ચારંકા ખાતે 4 મેગાવોટનો સૌર ઊર્જા પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત કર્યો.એમોનિયા પ્લાન્ટ રિવેમ્પ ક્ષમતામાં વધારો કરીને 2,100 એમટીપીડી (MTPD) કરી, જેના કારણે વર્ષનું આશરે ₹51 કરોડની બચત થશે.કોલસા આધારિત કેપ્ટિવ કો-જનરેશન પાવર પ્લાન્ટ, દહેજ: ₹613 કરોડનો પ્રોજેક્ટ, જેનાથી દર વર્ષે આશરે ₹100 કરોડની બચત થવાની અપેક્ષા છે.વીક નાઈટ્રિક એસિડ-III પ્લાન્ટ.₹1,420 કરોડનો પ્રોજેક્ટ,ક્ષમતા 48% વધારવા માટે, જેને જૂન 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.એમોનિયમ નાઇટ્રેટ-II એક્સપાન્શન વધતી માંગને પૂરી કરવા માટે 94% ક્ષમતા વધારો કરવાની યોજના છે,WNA-III અને AN-II કાર્યરત થયા પછી આશરે ₹1,000 કરોડનું વધારાની આવક મેળવવાની અપેક્ષા છે.
તે ઉપરાંત, કંપનીએ લાંબા ગાળાના પરિવર્તન માટેની યોજના તૈયાર કરવા માટે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની સેવાઓ લીધી છે.જેમાં ડિજિટલાઈઝેશન, માળખાકીય પુનઃડિઝાઈન અને માર્જિન સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.તેના CSR વિભાગ નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (NARDES) દ્વારા, GNFC અસરકારક સામાજિક પહેલોને આગળ વધારતું રહ્યું છે.ઉદ્યોગિક સંબંધો મજબૂત રહ્યા છે અને અધ્યક્ષએ તમામ કર્મચારીઓના યોગદાન બદલ પ્રસંશા કરી.
વિત્તીય વર્ષ 2025-26 માટેનો દૃષ્ટિકોણ:
સામાન્ય કરતાં વધારે વરસાદી મોસમની આગાહી અને અનુકૂળ બજાર પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, કંપનીને ખાતર ક્ષેત્રમાં અનુકૂળ શક્યતાઓ રહે તેવી અપેક્ષા છે. જીએનએફસી કૃષિ-ઈનપુટ્સના વેપારમાં પણ વિસ્તરણ કરી રહી છે અને પી.એમ.-પ્રણામ, નામો ડ્રોન દિદી અને પી.એમ.-કિસાન સમૃદ્ધિ કેન્દ્રો જેવી સરકારી પહેલોને સહાય આપી રહી છે.રસાયણ ઉદ્યોગના આવક વર્ષ 2018 થી 2024 દરમિયાન અંદાજે 10.5% ની વાર્ષિક સંયુક્ત વૃદ્ધિ દરે (CAGR) વધી છે, જે દેશની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપે છે અને તેને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા બજાર તરીકે સ્થિત કરે છે.
સભાનું સમાપન કરતા પંકજ જોશી, આઈએએસ એ ભારત સરકાર, ગુજરાત સરકાર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ, સ્ટોક એક્સચેન્જ, KFin ટેક્નોલોજીસ લિમિટેડ અને તમામ હિસ્સેદારોનો તેમના સતત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.




