(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે દુર્ગાષ્ટમીના પાવન અવસરે નવચંડીયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ગામના બજારમાં આવેલા મહાકાળી માતાજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ આસો સુદ આઠમે વિશાળ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે માતાજીના મંદીર તેમજ પ્રતિમાનો ફૂલોની માળાઓથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 10 વાગ્યે યજ્ઞની પૂજા વિધિનો આરંભ થયો હતો.સાંજે 5 વાગ્યે શ્રીફળ હોમવાની સાથે નવચંડીયજ્ઞની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.ત્યાર બાદ માતાજીની સમૂહમાં મહાઆરતી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી આરતીનો લાભ લીધો હતો.મોડી સાંજ સુધી માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.




