રાજપીપલામાં દશેરાના બીજે દિવસે રાવણ દહનની અનોખી પ્રથા

SHARE:

– સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસ થાય છે પણ એકમાત્ર રાજપીપળામાં દશેરાના બીજે દિવસે અગીયારસને દહન થાય છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસ થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસને દિવસે રાવણનું દહન થાય છે.જે વર્ષોની પરંપરા છે.

સંસ્કાર યુવકમંડના પ્રમુખ મહેશભાઈ કા.પટેલે જણાવ્યા અનુસાર અમારા કાછીયાવાડ વિસ્તાર માંથી દરવર્ષે નીકળતી રાવણની શોભાયાત્રા નીકળે છે અને રાવણના પૂતળાનુ દહન પણ થાય છે.રામે રાવણનો વધ દશેરાના દિવસે કર્યો હતો પણ હિન્દૂ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે રાત્રે અગ્નિદાહ આપી શકાય નહીં તેથી બીજે દિવસે એટલેકે અગિયારસના દિવસે રાજપીપળામા રાવણ દહન કરવાની પ્રથા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમા રાવણદહન દશેરાના દિવસ થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસના દિવસે રાવણનું દહન થાય છે.આ વર્ષે પણ અગિયારસે રાજપીપળામા દશેરાના બીજે દિવસે રાવણનું દહન થશે.જેમા રાજપીપળામાં રાવણની ભવ્ય શોભાયાત્રા નીકળશે અને ગામમા ભવ્ય શોભાયાત્રાપણ નીકળશે.જેમાં દર વર્ષે રાજપીપળામાં ૧૫ ફૂટ ઉચા રાવણને શણગારી ટ્રેકટરની ટ્રોલીપર સજાવી આખા ગામમા ફેરવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે અને શોભાયાત્રા ગામમાં ફરીને મોડી સાંજે કુંભારવાડમા નીચે પહોચી આતશબાજી સાથે રાવણના પૂતળાનુ દહન કરાશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!