– આહિર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરાય
ભરૂચ,
ભરૂચ તાલુકાના તવરા ગામના મંદિરોમાં સ્થપાયેલા ૨૫ થી વધુ જવારાઓને દશેરા પર્વ નિમિત્તે પાંચ દેવી મંદિર ખાતે એકત્ર થયા બાદ ત્યાંથી મોટી સંખ્યામાં ભક્તો દ્વારા જવારાઓને નર્મદા નદી પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
આસો સુદ નવરાત્રી ને લઈને ભક્તો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે અને મંદિરોમાં જવારાનું સ્થાપના કરવામાં આવે છે.ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દેવી મંદિરમાં નવરાત્રિને નિમિત્તે સ્થપાયેલા જવારાને નવરાત્રીના નવ દિવસ પૂજન અર્જન કર્યા બાદ દશેરાના દિવસે ભક્તિ ભાવ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી અને જવારાને નર્મદા નદીના પવિત્ર જળમાં ઢોલ નગારા સાથે શ્રદ્ધા અને ઉમંગના વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યા હતા.




