– આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીરોનું સન્માન કરતા મુખ્યદંડક
(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
જનજાતિય નાયક ભગવાન બિરસા મુંડાજીના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં “જનજાતિય ગૌરવ વર્ષ” ની ઉજવણી થઇ રહી છે.ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના કલારાણી ખાતે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને “જનજાતિય ગૌરવ દિવસ”ની ઉજવણી કરવામાં હતી.મહાનુભાવોના હસ્તે આદિવાસી દેવી- દેવતાઓનું અને ભગવાન બિરસા મુંડાજીનું પરંપરાગત પૂંજન કરવામાં આવ્યું હતું.
“જનજાતિય ગૌરવ દિવસ” પ્રસંગે ધારાસભ્ય જયંતી રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાજીએ ૨૫વર્ષની નાની વયે ઈતિહાસ રચી નાખ્યો. તેમણે લોકોના દિલમાં દેશભક્તિની જ્યોતિ જગાવીને આઝાદીની લડતમાં આદિવાસી સમાજને જોડવાનું કાર્ય કર્યું. તેમના જીવનમાંથી યુવાનોએ પ્રેરણા લઈ સમાજ, ધરતી અને સંસ્કૃતિની રક્ષા કરવી જોઈએ.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતેથી વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સહુએ નિહાળ્યું હતું. મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.EMRS સ્કૂલના વિદ્યાર્થીઓ ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર આધારિત નાટક ભજવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી પરંપરાગત ટીમલી અને ગેરૈયા નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ટ્રાયફેટ ચેરમેન રામસિંગ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, પૂર્વ સાંસદ ગીતા રાઠવા,પૂર્વ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ,અધિકારીઓ અને પદાધિકારીઓ, આસપાસના ગામના સરપંચો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




