best news portal development company in india

ભરૂચ હેપ્પી હાર્ટ પ્રિપાઈમરી સ્કુલના ઉદ્ઘાટનમાં તારક મહેતાનો ગોલી મહેમાન બન્યો

SHARE:

– સ્કુલના ઉદ્ઘાટનમાં મહાનુભાવોએ રીબીન કર્ટીગ કરી બાળકોને આવકાર્યા

ભરૂચ,

ભરૂચમાં શેરપુર રેલ્વે ફાટક નજીક નવનિર્માણ પામેલી હેપ્પી હાર્ટ પ્રિપાઈમરી સ્કુલના લોકાપર્ણમાં મહાનુભાવોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો ગોલી મહેમાન બન્યો હોય તેમની ઉપસ્થિતિમાં સ્કુલનું લોકાપર્ણ કરી નવા વિદ્યાર્થીઓને આવકારી રીબીન કર્ટીંગ કરી સ્કુલને ખુલ્લી મુકવામાં આવી હતી.

ભરૂચ શેરપુર રેલ્વે ફાટક નજીક ભરૂચના જાણીતા સેવાભાવી રીયાઝ પટેલ દ્ધારા ઉજજવળ ભવિષ્ય માટે બાળકોને ઘર આંગણે સારું શિક્ષણ મળે તે માટે હેપ્પી હાર્ટ પ્રિપાઈમરી સ્કુલનું નવનિર્માણ કરતાં એક વર્ષની મહેનત બાદ સ્કુલ તૈયાર થતાં તેના લોકાપર્ણ માટે સૌથી વધારે પ્રચલીત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોકટર હંસરાજ હાથીના પુત્ર તરીકે ભૂમિકા ભજવનાર ગોલી મહેમાન બન્યો સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા,ભરૂચ એસડીએમ મનીષા માનાણી, ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી,એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના ઈરફાન પટેલ,શહેર કોગ્રેસ સમિતિના સલીમ અમદાવાદી ઉપસ્થિત રહેતા તેમનું પુષ્પગુચ્છ અને સ્કુલ યુનિફોર્મના મુમેન્ટોથી તેઓનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.જો કે નવનિર્માણ પામેલી હેપ્પી હાર્ટ પ્રિપાઈમરી સ્કુલના વર્ગખંડનું રીબીન કર્ટીગ કરી વર્ગખંડ ખુલ્લો મુકાતા નવા એડમીશનમાં બાળકોને શિક્ષણ માટે આવકાર આપી સ્કુલનું નિરિક્ષણ કરી મહાનુભાવોએ સ્કુલના ફાઉન્ડર રીયાઝ પટેલ તથા સ્કુલના પ્રિન્સીપાલ, શિક્ષકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.ઉદ્ઘાટન પ્રસંગમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોલી મહેમાન બનતા તેની સાથે સેલ્ફી લેવા અને તેને મળવા માટે આજુબાજુના વિસ્તારના બાળકોથી માડી વડીલો મળવા આવી પહોંચતા ઉદ્દઘાટન પ્રસંગનો માહોલ પણ જામ્યો હતો અને ગોલીએ સ્કુલમાં બાળકો સારુ શિક્ષણ મેળવી ઉજજવળ ભવિષ્ય બનાવે અને તમામ બાળકોને શિક્ષણ મળી રહે તેવી શુભેચ્છાઓ પણ સ્કુલના ફાઉન્ડર રીયાઝ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!