ભરૂચ બૌડા દ્વારા ૪.૫૭ કરોડના ખર્ચે ઝાડેશ્વર તળાવનું થનાર બ્યુટિફિકેશનનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયું

SHARE:

ભરૂચ,

ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે આવેલ તળાવ અને બગીચાને ૪.૫૭ કરોડના ખર્ચે અપગ્રેડેશન અને બ્યુટીફીકેશનનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાની ઝાડેશ્વર વસાહતમાં આવેલું ઐતિહાસિક ઝાડેશ્વર તળાવ હવે નવો આભા મેળવવા જઈ રહ્યું છે.ભરૂચ–અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (BUDA) દ્વારા તળાવ, બગીચા અને સમગ્ર પરિસરના આધુનિક બ્યુટિફિકેશન માટે રૂ. ૪.૫૭ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહ્યું છે.આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિધિવત્ પૂર્ણ થયું હતું.ખાતમુહૂર્તના આ પ્રસંગે વિસ્તારમાં વિકાસની નવી દિશા સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.તળાવના વિકાસથી ઝાડેશ્વર વિસ્તારને માત્ર સૌંદર્ય વધશે એટલું જ નહીં પરંતુ નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથેનું નવું રિક્રિએશનલ સ્પોટ પ્રાપ્ત થશે.આ પ્રોજેક્ટ ઝાડેશ્વરના તળાવ વિસ્તારનું રૂપાંતરણ થઈને ભરૂચ શહેર માટે આ એક નવો આકર્ષણ બની રહેશે. બ્યુટિફિકેશનમાં વોક-વે, લાઇટિંગ, બગીચા, બેઠકો, સ્વચ્છતા અને તળાવનાં સંરક્ષણ માટેના કામો સામેલ છે.આ કાર્યક્રમમાં ભરૂચ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદીયા,ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ,જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તેમજ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓ અને અતિથિઓ સામેલ રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!