વિદેશ જવા માટે નકલી લગ્ન અને કોર્ટના ખોટા જજમેન્ટ બનાવનાર ટોળકીનો પર્દાફાશ કરતી પાલેજ પોલીસ

SHARE:

– એક મહિલા સહિત હાલ યુ.કે રહેતા ત્રણ અને કેનેડામાં રહેતા એક મળી ચાર સામે કાર્યવાહી

ભરૂચ,

વિદેશ જવાની લાલચમાં કાયદાની મર્યાદા ઓળંગી નકલી દસ્તાવેજો ઉભા કરનાર એક ટોળકીનો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે.આ ટોળકીએ નકલી લગ્ન પ્રમાણપત્ર અને કોર્ટના બનાવટી જજમેન્ટના આધારે બ્રિટિશ વિઝા મેળવી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.

​પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ મુખ્ય આરોપી રીઝવાન ઈસ્માઈલ મેદાએ તસ્લીમાબાનુ ઈસ્માઈલ કારભારી સાથે નકલી લગ્ન કર્યા હોવાના પુરાવા ઉભા કર્યા હતા.આ માટે તેઓએ લગ્ન નોંધણીનું ખોટું પ્રમાણપત્ર પણ બનાવડાવ્યું હતું.​ફેબ્રુઆરી ૨૦૨૪માં, એજન્ટ સોયેબ દાઉદ ઈખરિયા મારફતે આ ખોટા દસ્તાવેજો રજૂ કરી તસ્લીમાબાનુએ યુ.કે.ના ‘ડિપેન્ડન્ટ વિઝા’ મેળવ્યા હતા.ત્યાર બાદ રીઝવાને તેને યુ.કે. બોલાવી લીધી હતી.જોકે પાછળથી પૈસાની લેતી-દેતી બાબતે તેઓ વચ્ચે ઝઘડો થતા આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.

​આ ગુનામાં વધુ ચોંકાવનારી વિગત એ છે કે, આરોપીઓએ ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું ખોટું જજમેન્ટ પણ તૈયાર કર્યું હતું.આ કાવતરામાં તસ્લીમાબાનુનો ભાઈ ફૈઝલ અને વકીલ સાજીદ કોઠીયાએ પણ સક્રિય ભૂમિકા ભજવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

​ભરૂચ એસ.પી.અક્ષયરાજ મકવાણાની સૂચના હેઠળ પાલેજ  આરોપીઓ વિરુદ્ધ ​દસ્તાવેજોમાં છેતરપિંડી અને બનાવટ ગુનાહિત કાવતરું રચવું ​ખોટી માહિતી આપવી અને ગુનામાં મદદગારીના ગુના હેઠળ રીઝવાન ઈસ્માઈલ મેદા રહે.વલણ, તા. કરજણ – હાલ યુ.કે ,તસ્લીમાબાનુ ઈસ્માઈલ કારભારી રહે. જંબુસર હાલ યુ.કે., ફૈઝલ ઈસ્માઈલ કારભારી રહે. જંબુસર હાલ યુ.કે.તેમજ એડવોકેટ સાજીદ કોઠીયા રહે.કંથારીયા ભરૂચ હાલ કેનેડા વિરુદ્ધ ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

​પોલીસે આ મામલે ગંભીરતા દાખવી બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને પણ જાણ કરી છે કે આ વિઝા ખોટા દસ્તાવેજોના આધારે વિઝા મેળવવામાં આવ્યા છે.હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ ભરૂચ કે અન્ય જિલ્લામાં આવા કેટલા ગુના આચર્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!