અંકલેશ્વર નેશનલ હાઈવે પરના નોબેલ માર્કેટમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

SHARE:

– ડમ્પિંગ સાઈટથી આગ ફેલાઈ હોવાની આશંકા : આગમાં બે ગોડાઉન પ્રભાવિત

ભરૂચ,

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલા નોબેલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં વહી સવારે આગ લાગતા બે ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયા હતા.જોકે ફાયર વિભાગે તાત્કાલિક દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલા નોબેલ માર્કેટમાં સ્ક્રેપના બે ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી હતી.આ ઘટનાથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.આગ ઝડપથી ફેલાઈને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.પ્રાથમિક માહિતી અનુસાર નજીકમાં આવેલ ભડકોદ્રા ગામની ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ ગોડાઉન સુધી ફેલાઈ હોવાની આશંકા છે.આગના કારણે ગોડાઉનમાં રાખેલો સ્ક્રેપનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક કોલ અપાયો હતો. ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ શરૂ કરી હતી. હાલ આગને નિયંત્રણમાં લેવા પ્રયાસો ચાલુ છે.આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!