(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયાના નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઝઘડીયા ખાતે યુવા દિન નિમિત્તે પૂર્વ છાત્ર મિલન સમારંભ તથા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીના કાર્યક્રમ દરમ્યાન ઝઘડિયા ગામમાં શોભાયાત્રા વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષામાં રેલી સ્વરૂપે નિકળી હતી.આ કાર્યક્રમની સાથે યુવા દિનની ઉજવણી સાથે સાથે પૂર્વ છાત્ર મિલન સમારંભની પણ ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી મહેશભાઈ પુરોહિત, જયદેવભાઈ, જીતુભાઈ બોડાણા, દેવરાજભાઈ, પ્રવીણભાઈ ખાસ ઉપસ્થિત થઈ સૌને પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમ બાદ ભોજન કરી સૌ છૂટા પડ્યા હતા.




