અંકલેશ્વરની લેડી ડોન દુષ્કર્મનો ભોગ બની હોવાના આક્ષેપ સાથે આબુમાં પત્રકાર પરિષદ સામે ભરૂચમાં બ્રહ્માકુમારી સંચાલકોએ સાચી માહિતી પત્રકારો સમક્ષ રજુ કરી

SHARE:

– અંકલેશ્વરની એક સોસાયટીમાં ગાડીઓ ફુકી મારવાનાં કેસમાં સંડોવાયેલી અને પોતે મોડલીંગ અને અભિનેત્રી હોય અને તેણીની ઉપર ઘેની પ્રદાર્થ પીવડાવી દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપ

– અંકલેશ્વરમાં લેડી ડોન તેના માતા–પિતા બ્રહમકુમારી આવતા તેણીએ પણ બ્રહમકુમારી સાથે સંકળાયેલી હોવાના આક્ષેપ સાથે આબુનાં રસોઈયાએ દુષ્કર્મ કર્યુ હોવાના આક્ષેપ મુદે ભરૂચ બ્રહ્માકુમારી સંચાલકોએ વાતને ફગાવી

ભરૂચ,

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની એક સોસાયટીમાં એક વર્ષ અગાઉ સોસાયટીની ગાડીઓમાં આગ ચંપી મુદે સીસીટીવીમાં કેદ થયેલી લેડી ડોને આબુમાં બ્રહ્માકુમારીના રસોડામાં કામ કરનાર અને ઓનલાઈન શિબીર કરાવનારે ઘેની પ્રદાર્થ પીવડાવી લેડી ડોન સાથે દુષ્કર્મ કર્યું હોવાના મામલે ભરૂચ બ્રહ્માકુમારીની બહેનો દ્વારા પત્રકાર પરિષદમાં મહિલા ખોટા આક્ષેપ કરતી હોય અને છેલ્લા એક વર્ષની હેરાન કરતી હોવાના આક્ષેપો કર્યા છે. 

રાજસ્થાનના માઉટ આબુમાં અંકલેશ્વરની મહિલા અને મોડેલીંગ તથા ફિલ્મ જગતમાં અભિનેત્રી તરીકે કામ કરતી હોય તેણીની માતા–પિતા બ્રહ્માકુમારી સંસ્થા સાથે સંકળાયેલા હોય તેથી તે પણ બ્રહ્માકુમારી સંસ્થામાં જોડાઈ હોવાના આક્ષેપ સાથે તેણીની માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારી સંસ્થામાં શિબીરમાં ગઈ હોય અને તે દરમ્યાન સંસ્થાના સ્વયં સેવક કે જેઓ રસોડામાં સેવા આપવા સાથે અને ઓનલાઈન શિબીર પણ કરાવતા હોય તેવો મહિલાના સંપર્કમાં ફોન મારફતે આવતા બન્ને વચ્ચે વોટસએપ ઉપર ચેટીંગ સેટીંગ થતાં મહિલાને અસ્લીલ ફોટા અને વિડીયો પણ વોટસએપ મારફતે મોકલેલ હોય અને તેણીની સાથે બ્રહ્માકુમારીમાં ઓનલાઈન શિબીર કરાવનારે પ્રસાદ સ્વરૂપે ટોલી આપી અને પ્રસાદ આરોગ્યા બાદ તેણીની બેભાન થયા બાદ તેણીની સાથે ગંભીર પ્રકારનું કૃત્ય થયું હોય અને શરીરમાં પેઈન થતું હોય અને આખરે તેણીની સાથે દુષ્કર્મ થયું હોય તેવા આક્ષેપ સાથે તેણીએ પત્રકાર પરિષદમાં રડતી આંખે પોતાની વેદના વ્યકિત કરતો વીડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં બ્રહમકુમારી સંસ્થા સામે સવાલ ઉભા થઈ ગયા છે. 

અંકલેશ્વરની મહિલાએ કે જેણીએ અગાઉ ર૦ર૪માં પણ પોતાની સોસાયટીમાં વાહનો સંળગાવ્યા હતા અને પોતાને અભિનેત્રી માને છે તેને વી.આઈ.પી. ટ્રીટમેન્ટ જોઈએ છે અને તેણીની તેના માતા–પિતા થકી બ્રહ્માકુમારીમાં સંપર્કમાં આવી હતી અને તેણીએ ગત વર્ષ તા.ર૦/૦૮/ર૦ર૪માં સંસ્થાના લેટર પેઈડ ઉપર અંકલેશ્વર જલધારા ચોકડી પર આવેલી સંસ્થાએ ફરીયાદ આપી હતી જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતાં કે પોતાને અભિનેત્રી માનતી મહિલા સંસ્થામાં ધમકીઓ આપે છે, સુસાઈટ કરવાની ધમકીઓ આપે છે તે બાબતની ફરીયાદ અપાઈ હતી અને આબુમાં તેણે રૂમ માટે સંસ્થાએ ચીઠઠી ન લખી આપી હોવાના કારણે બ્રહ્માકુમારી સંસ્થાને બદનામ કરવા તેમજ ખોટી રીતે દુષ્કર્મના આક્ષેપ કરતા હોય તેમ કહી ભરૂચ બ્રહમકુમારી સંસ્થામાં પત્રકાર પરિષદ સંબોધી સંસ્થાએ માહિતી આપી હતી. 

– અંકલેશ્વરની પોતાની સોસાયટીમાં ફોર વ્હીલર ગાડીઓ ફુકી મારવાના ગુનામાં એટ્રોસીટી સહિતનો ગુનો દાખલ થયેલો છે

તા.૧૮/૧૧/ર૦ર૪ના રોજ અંકલેશ્વરની સોસાયટીમાં મહિલાએ અનુસુચિત જાતિના પરિવારની ગાડીઓ સળગાવી હોવાના સીસીટીવી પણ સામે આવતાં તેની સામે પોલીસ ફરીયાદ થયેલી છે અને આ મહિલા પોતાને લેડી ડોન અને પોતાને મોડેલીંગ અને અભિનેત્રી માનતી હોય અને તેને વીઆઈપી ટ્રીટમેન્ટ સંસ્થામાં જોઈતી હોય તેવા આક્ષેપ બ્રહ્માકુમારી સંચાલકો કરી રહ્યા છે. 

– ભરૂચ અને અંકલેશ્વરની બ્રહ્માકુમારી સંચાલકોની બહેનોને ગાળો અને ધમકી આપવાના ઓડીયો પણ પત્રકાર પરિષદમાં મુકાયા

ભરૂચ બ્રહ્માકુમારી ઝાડેશ્વર ખાતે પત્રકાર પરિષદમાં સંસ્થાની બહેનોને પણ મહિલાએ ગંભીર પ્રકારની ગાળો ભાંડી ધમકીઓ આપી હોય તેવા ઓડીયો પણ સામે મુકવામાં આવ્યા હતા અને આ મહિલા સંસ્થાને બદનામ કરવા અને ખોટા દુષ્કર્મના આક્ષેપ કરતાં હોય અને સંસ્થામાં ચાલતા કારનામાઓ ખુલ્લા પાડવાની ધમકી આપતા હોવાના ઓડીયો સામે આવ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!