૩૩ કરોડના ખર્ચે અંકલેશ્વરની વાલિયા ચોકડીથી કોસમડી સુધીના માર્ગને બનાવવા મંત્રીના હસ્તે ખાતમુર્હુત

SHARE:

ભરૂચ,

અંકલેશ્વરની વાલિયા ચોકડીથી કોસમડી સુધીના માર્ગને ફોરલેન બનાવવા માટે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૩૩.૩૫ કરોડ છે.

રાજ્ય સરકારે અંકલેશ્વરની વાલિયા ચોકડીથી વાલિયાને જોડતા આ ૬ કિલોમીટર લાંબા માર્ગને ચાર માર્ગીય બનાવવાની મંજૂરી આપી છે.આ માર્ગનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.માર્ગ પહોળો થવાથી ઔદ્યોગિક વિસ્તારને જોડતા આ માર્ગ પર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહનચાલકો અને નાગરિકોને મોટી રાહત મળશે. ફોરલેન માર્ગ બનતા પરિવહન વધુ સુગમ બનશે અને ઉદ્યોગોને પણ લાભ થશે.ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટીફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ પટેલ સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે કોસમડીથી વાલિયાને જોડતો નેશનલ હાઈવેને પણ ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!