(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા નદી હાડપિંજર જેવી બની ગઈ છે અને હજુ તો ઉનાળાની શરૂઆત પણ થઈ નથી.ત્યારે અત્યારથી જ માં નર્મદાનું સ્વરૂપ જોઈ ભક્તોની લાગણી દુભાઈ રહી છે. ગંગા સ્નાને યમુના પાને અને નર્મદા નદી માત્ર દર્શન કરવાથી પવિત્ર થવાય છે.વિશ્વમાં એક એવી નદી નર્મદા છે.જેની પરિક્રમા થાય છે.ત્યારે આવનારા દિવસોમાં નર્મદા જયંતી આવી રહી છે.
ગરુડેશ્વર બ્રિજથી પોઈચા સુધી નર્મદા નદીમાં પાણી સુકાતા હાડપિંજર જેવી બનતા ભક્તો અને સાધુ સંતોની લાગણી દુભાઈ રહી છે.જેને લઈ નર્મદા નદીની અંદર ખૂબ મોટી માત્રામાં પાણી છોડવામાં આવે એવી માગ નર્મદા જયંતિ નિમિત્ત પ્રશાસનને સાધુ સંતો અને નર્મદા જિલ્લા સંત સમિતિ વિનંતી કરી રહ્યા છે કે આ મા નર્મદા નદીમાં નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવે એવી માંગ માંગરોળનાં પરિક્રમાવાસી અને સંત સમિતિ મંત્રી સદાનંદ મહારાજે કરી છે.




