– ખોટી રીતે વાંધા લેનાર સામે આગામી દિવસોમાં ફરિયાદ કરવા સહિત સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવશે કોંગ્રેસ
ભરૂચ,
ભરૂચ જીલ્લામાં આવતી તમામ વિધાનસભામાં ખોટી રીતે મતદારોના નામ ફોર્મ નંબર ૭ ભરવામા આવતા કોંગ્રેસ કાર્યલય ખાતે માજી ધારાસભ્ય અને ભરૂચ જીલ્લા પ્રભારી ગ્યાસુદ્દીન શેખની ઉપસ્થિતિમાં ચર્ચા વિમર્શ કરી આગામી દિવસોમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચ જીલ્લામાં સમાવિષ્ટ પાંચેય વિધાનસભામાં અંદાજીત ૯૦ હજારથી વધુ મતદારોના નામો કમી કરવા માટે ખોટી રીતે ફોર્મ નંબર ૭ ભરવામાં આવતા વાંધા રજૂ કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા અનેક વાર વિરોધ ઉઠાવ્યો છે અને વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ માંગવામાં આવતી માહિતી કોંગ્રેસ પક્ષને આપવા આવતી નથી જેના પગલે માત્ર ભરૂચ જીલ્લો જ નહીં પરંતુ ગુજરાતભરમાં તેનો વિરોધ ઉઠવા પામ્યો હતો.જેને લઈને આજરોજ ભરૂચ કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે માજી ધારાસભ્ય અને ભરૂચ જીલ્લાના પ્રભારી ગ્યાસુદ્દીન શેખ,જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં આ બાબતે સુપ્રિમ કોર્ટ સુધી આ મુદ્દે લડવા માટે કોંગ્રેસ તૈયાર છે.
માજી ધારાસભ્ય અને ભરૂચ જીલ્લાના પ્રભારી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૨ લાખથી વધુ ફોર્મ નંબર ૭ ના ફોર્મ ભરાયા છે જે કોંગ્રેસના જે સમર્થક મતદારો છે તેઓના નામો મતદાર યાદી માંથી નામો કમી કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે.આ બાબતે કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા મતદારોના સમર્થનમાં અવાજ ઉઠાવતા રજૂઆત અને વિરોધનો સૂર ઉઠાવ્યો હતો.તેમ છતાં તંત્ર દ્વારા કોઈ માહિતી નહીં આપવામાં આવતા કોંગ્રેસ આગામી દિવસોમાં આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પણ કાર્યવાહી કરવામાં આવનાર છે અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતમાં વિરોધ,આવેદન સહિતના કાર્યક્રમો કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.




