નેત્રંગ તાલુકામાં અકસ્માતોની પરંપરા યથાવત : મોટરસાયકલની ટક્કરે ચાલતા જતા રાહદારીને ઈજા થવા સાથે ચાલક પણ ઈજાગ્રસ્ત

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જિલ્લાના નેત્રંગ ત‍ાલુકામાં વધતા જતા અકસ્માતોને પગલે લોકો ચિંતિત બન્યા છે. અવારનવાર સર્જાતા નાનામોટા અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે. અકસ્માતની એક અન્ય ઘટનામાં નેત્રંગના મોવી રોડ પર ચાલતા જતા બે મિત્રો પૈકી એકને એક મોટરસાયકલ ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે જખ્મી થયો હતો.જ્યારે મોટરસાયકલ ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો.નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ હાલ નેત્રંગ ખાતે રહેતો મુળ બિહારનો વિક્રમ સંજીવપ મહેતા નામનો ૩૬ વર્ષીય યુવક એક સંસ્થામાં નોકરી કરે છે.તા.૨૩ મીના રોજ વિક્રમ સાંજના સાત વાગ્યાના સમયે તેની સાથે કામ કરતા મુળ બિહારના મુન્ના ધર્મેશ્વર પાન્ડે નામના ઇસમ સાથે નોકરી પરથી છુટીને રહેઠાણે જતો હતો.તે દરમ્યાન આ લોકો રોડ ક્રોસ કરતા હતા ત્યારે મોવી રોડ તરફથી આવતી એક મોટરસાયકલના ચાલકે વિક્રમને અડફેટમાં લેતા વિક્રમ ઉછળીને રોડ પર પડ્યો હતો તેમજ મોટરસાયકલ ચાલક પણ રોડ પર પડ્યો હતો.આ અકસ્માતમાં વિક્રમ તેમજ મોટરસાયકલ ચાલક સાહિલ વસાવા બન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી.બન્નેને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા.ત્યાર બાદ વિક્રમને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં તેના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.મોટરસાયકલ ચાલક સાહિલ વસાવાને પણ વધુ સારવાર માટે સુરત લઈ જવાયો હતો.અકસ્માતની આ ઘટના સંદર્ભે મુન્ના ધર્મેશ્વર પાન્ડે હાલ રહે.નેત્રંગ અને મુળ રહે.બિહારનાએ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે મોટરસાયકલ ચાલક સાહિલ બાલુભાઈ વસાવા રહે.ગામ ટીમલા તા.નેત્રંગ જી.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!