(જ્યોતિ જ્ગતાપ,રાજપીપલા)
હાલ બજેટસત્રની શરૂઆત થઈ ચુકી છે.લોકસભા માં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન 2026નું નવા વર્ષ નું બજેટ રજૂ કરવા ના છે ત્યારે સમગ્ર દેશવાસીઓની નજર.આ બજેટ પર છે.ત્યારે નવા બજેટ માં શું હશે? કોને ફાયદો થશે? કોને નુકસાન થશે? આ બધાં સવાલો હાલ ચર્ચાના એરણે છે.
ખાસ કરીને નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર છે. ખાસ કરીને નર્મદા જિલ્લા માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના ડ્રિમ પ્રોજેક્ટ એટલે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ ના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે નવા બજેટ માં પ્રવાસ ન ઉદ્યોગ અને હોટલ ઉધોગને કેવી રાહત મળશે? સરકાર નવા બજેટ માં કેવા સુધારા વધારા કરવા માંગે છે તેની ચર્ચા આજે નર્મદાના પ્રવાસન અને હોટેલ સાથે સંકળાયેલ લોકો સાથે વાત ચીત કરતાં તેમણે ઘણા મહત્વ ના મુદ્દા ઓ ઉઠાવ્યા છે.
પંકજ ભાઈ શેઠ, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ એમણે જણાવ્યું હતુંકે આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા હોય તો નર્મદાના વડા મથક રાજપીપલા અથવા કેવડિયા આસપાસ એક એરપોર્ટ હોવું જોઈએ એ ઉપરાંત રાજપીપલા ખાતે રાજા રજવાડા વખતની રેલવે લાઈન બંધ થઈ ગઈ છે એને ચાલુ કરી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બ્રોડગેજ રેલવે લાઈન લંબાવવાની માંગ કરી છે નવા બજેટ માં એની ફાળવણી થવી જોઈરએ એવી નર્મદા વાસીઓની માંગ છે. એનાથી પ્રવાસન અને વેપારઉદ્યોગ ને વેગ મળવાની પુરી શક્યતા વર્ણ વાઈ હતી.
એ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ્સને જોડતી કનેક્ટિવિટી અને હોટલ ઉદ્યોગ પર ટેક્સ રાહતની માંગ કરાઈ છે.નવી હોટેલ શરૂ કરવા માટે હોટલ ઉદ્યોગને પ્રોત્સાહન મળે,વધુ ધિરાણ મળે, ઓછા વ્યાજની લોનની સુવિધાઓ મળે,લોન મુદતમાં વધારો થાય, સબસિડી મળે,પ્રવાસીઓ માટે gst માં ઘટાડો અથવા નાબૂદ થાય એવી અપેક્ષાઓ પણ કરાઈ છે.એ ઉપરાંત હોટેલ રૂમ, ફૂડ પર GST રેટ ઘટાડવાની માંગપણ કરાઈ છે.સાથે સાથે નવી હોટેલ ખોલવા માટેની પ્રક્રિયા સરળ બને, સરળતાથી અપ્રુવલ્સ, NOC અને લાઇસન્સિંગમાં સરળતા રહેવી જોઈએ.
ટુરીઝમ સેક્ટરના બૂસ્ટ આપવા માટે ઈન્ક્રેડિબલ 3.0 અભિયાનની જાહેરાત થાય અને એમાં સુધારા થઈ શકે છે.એ ઉપરાંત આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે માટે ઈન્ફ્યુએનઝર્સ અને બ્લોગર સાથે સોશ્યલ મીડિયા માં ભાગીદારી કરવાથી પ્રવાસન ઉદ્યોગ વેગ મળશેએવી માંગ થઈ છે.
ખાસ કરીને ટુરીઝમ દ્વારા સ્થાનીક લોકોને વધુ રોજગારી મળવી જોઈએ.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હોમ સ્ટે, BRG ભવન વધારવાની જરૂરિયા પર પ્રવાસીઓએ ખાસ ભાર મુક્યો છે. એ ઉપરાંતBRG ભવન હજી વધે હોમ સ્ટેની સંખ્યા વધે તો રોજગારી મળે.અને પ્રવાસીઓને ભાડુ સસ્તું મળે અને વધુ સારી સુવિધાઓ વધશે એવી નવા બજેટમાં અપેક્ષા છે.સ્ટેચ્યુ પર પ્રવાસીઓની વધુ સુવિધાઓની માંગ કરી રહ્યાં છે.
પિયુષ ટેલર પ્રવાસીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓને ટિકિટ રેટ માં ઘટાડો થાય,પીવાના પાણી થી માંડી ચા નાસ્તાની રાહત દરે વ્યવસ્થા મળે, મેડિકલની ફ્રી સુવિધા મળેએવી માંગ થઈ રહી છે.




