વડોદરા,
યાત્રીઓમાં જાગરૂકતા વધારવા, વૈધ ટિકિટિંગને પ્રોત્સાહન આપવા તથા રેલ યાત્રા દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીને સશક્ત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વાણિજ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન “મારી ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાનનું ઉદ્ઘાટન વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા વડોદરા સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવ્યું. આ અભિયાન 28 જાન્યુઆરી 2026 થી 06 ફેબ્રુઆરી 2026 સુધી આયોજિત કરવામાં આવશે.
વડોદરા સ્ટેશન પર આ અભિયાનની શરૂઆત કરતાં મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેએ યાત્રીઓને આહ્વાન કર્યો કે તેઓ ટિકિટ લઈને તેમની જવાબદારી નિભાવે, દેશની પ્રગતિનો ભાગ બને અને જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્ર નિર્માણમાં તેમની યોગદાન ની ખાતરી કરે. તેમણે આ સંજોગે મીડિયાને સંબોધીને જણાવ્યું કે ભારત દેશના એક જવાબદાર નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે કે આપણે જ્યારે પણ યાત્રા કરીએ ત્યારે ટિકિટ લઈને યાત્રા કરીએ, ટિકિટ લેવી ગર્વની વાત છે, આપણી શાન છે.આપના આ યોગદાનથી ન માત્ર દેશનો વિકાસ થાય છે પરંતુ રેલતંત્ર પણ મજબૂત બને છે. રેલગાડીઓ આધુનિક અને સુરક્ષિત બને છે અને રેલ નેટવર્ક સાથે સાથે રેલ સુવિધાઓમાં પણ ઉન્નયન અને સુધારો થાય છે.
મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ મીડિયાને આગળ જણાવ્યું કે વડોદરા મંડળ પર લગભગ 1.4 લાખ યાત્રીઓ રોજ રેલથી સફર કરે છે. મંડળ પર યાત્રીઓમાં ડિજિટલ માધ્યમો દ્વારા પોતાનું અનારક્ષિત ટિકિટ બુક કરવામાં છેલ્લા વર્ષની તુલનામાં 35 ટકા વૃદ્ધિ જોવા મળી છે, જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જીના ડિજિટલાઇઝેશનના વિઝન તથા ‘ડિજિટલ ઈન્ડિયા’ પહેલ પ્રત્યે યાત્રીઓના વધતા વિશ્વાસ અને સહભાગિતાને દર્શાવે છે. આ કડીમાં આગળ વધતાં ભારતીય રેલનું RailOne એપ યાત્રીઓ માટે સુવિધાઓ વિશેનું ઓલ ઈન વન મોબાઈલ એપ છે.આ અંગે પણ લોકોને આ અભિયાન હેઠળ જાગૃત કરવામાં આવશે. RailOne એક ઓલ-ઈન-વન ડિજિટલ પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી યાત્રીઓ આરક્ષિત અને અનારક્ષિત ટિકિટ બુકિંગ, લાઈવ ટ્રેન સ્થિતિ, PNR માહિતી, ભોજન સેવા તથા યાત્રી સહાયતા જેવી અનેક સેવાઓનો એક જ સ્થળે લાભ લઈ શકે છે.
વડોદરાના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જારી કરાયેલી એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર આ અભિયાન 28 જાન્યુઆરી 2026 થી 06 ફેબ્રુઆરી 2026 સુધી આયોજિત કરવામાં આવશે. વડોદરા મંડળના અંતર્ગત આ અભિયાન વડોદરા, આણંદ, એકતાનગર અને ભરૂચ સ્ટેશનો પર ચલાવવામાં આવી રહ્યું છે.આ અભિયાન હેઠળ સ્ટેશન તથા વિવિધ ડિજિટલ અને જનસંચાર માધ્યમો દ્વારા વ્યાપક જનસંપર્ક પ્રવૃત્તિઓ સંચાલિત કરવામાં આવશે.




