એકતાનગર કેવડીયામાં નુતન જૈન મંદિરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ : સપ્તાહના ભવ્ય કાર્યક્રમોનું આયોજન

SHARE:

(જ્યોતિ જ્ગતાપ,રાજપીપલા)

ભારતની આઝાદીમાં જેમનું મહત્વપુર્ણ યોગદાન છે. એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુથી વિશ્વભરમાં પ્રસિદ્ધ થયેલ એકતાનગર (કેવડીયા)માં મીનાબેન વિનયચંદ કોઠારી પરિવાર દ્વારા દેવલોકના ટુકડા જેવું ભવ્ય જૈન મંદિરનું નિર્માણ થયું છે.એકતા નગરમાં દેશ-વિદેશથી હજારો લાખો લોકો મુલાકાતે આવી રહ્યા છે.અજાયબી કરી શકાય એવા ૨૫ જોવા લાયક સ્થળો છે. આ શ્રૃંખલામાં આજે આ જૈન મંદિરનો ઊમેરો થઇ રહ્યો છે.અહીં આવતા હજારો જૈને જૈનનેતરો માટે આ મંદિર દર્શન વંદન પૂજન અને આસ્થાનું કેન્દ્ર બની રહેનાર છે.

મીનાબેન વિનયચંદ કોઠારી પરિવાર દ્વારા અહી આલીશાન રિસોર્ટ બનાવવામાં આવેલ છે.જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓ મહાનુભાવો આવી રહ્યા છે. જૈને ધર્મના સંસ્કારોથી ભાવિક થયેલા મીનાબેન વિનયચંદ પરિવારને ઊપકારી ગુરૂદેવ શ્રી આચાર્ય હેમચંદ્રસુરિ કલ્યાણ બોધિએ પ્રેરણા કરી કે અહીં ભવિષ્યમાં હજારો-લાખો જૈનો આવશે તેમના માટે તમે રિસોર્ટની બાજુમાં ભવ્ય જૈન મંદિર બનાવો’’.ગુરૂદેવશ્રીની પ્રેરણા પામી તેઓને જૈન મંદિર બનાવવાનું નક્કી કર્યું. મીનાબેને તો પ્રતિક્ષા કરી કે “ જ્યા સુધી મંદિરનું ખાતમુર્હુત નહી થાય ત્યાં સુધી

રિસોર્ટમાં પગ નહીં મુકુ’” તેઓની પ્રતિજ્ઞાના પુણ્ય પ્રતાપે ખાતમુર્હુત થઈ ગયું.મંદિરનું કામકાજ પણ.ચાલુ થઈ ગયું બે વર્ષના ટુકા ગાળામાં રિસોર્ટના પરિસરમાં મકરાણા માર્બલમાં ઝીણીઝીણી કોતરણીથી શોભતુ ભવ્ય જિનાલય તૈયાર થઇ ગયું.મંદિરની વિશેષતાએ છે કે આદીશ્વર ભગવાનના વ્યક્તિગત સફેદ‘“પ્રસાદરૂપ’” આ મંદિર છે.

સંગેમરમરના પ્યોરઆરસમાં પ્રાચીન શૈલીમાં બનેલું છે.બારીક કોતરણી છે. બે કાઉસગ્ગીયા ભગવાન અદભુત છે. ધાતુના ગૌતમસ્વામી અલબેલા છે. જાણે કે તાલીતાણાની પ્રતિકૃતિને ધ્યાનમાં રાખીને મંદિરનું નિર્માણ થયું છે. જેમણે દેશ-વિદેશમાં જૈન.જૈનંતરોના હજારો મંદિરોના નિર્માણ કર્યા છે. અને આ “જિનાલય પણ જેમણે બનાવ્યું છે એવા સોમપુરા મનહરભાઈનું કહેવું છે કે “ હજારો મંદિરો બને છે. તેમાં આદીશ્વર ભગવાનના “પ્રાસાદરૂપ” આવું જિનાલય હજારોમાં એક બને છે.જે આ મંદિર બન્યું છે.આ મંદિર બનવાથી એકતાનગરની શોભામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. જિનાલય સંપુર્ણ તૈયાર થઈ ચુક્યું છે.

અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે.મંદિર નિર્માતા મીનાબહેને આમાં પોતાના પ્રાણ રેડ્યા છે.તેમની ભાવના હતી કે જિનાલય અને પ્રતિષ્ઠા મહોત્સવ અતિ શાનદાર થાય દેશ વિદેશમાં તેની સુવાસ ફેલાય કમનસીબે થોડા સમય પહેલા જ તેમનો દેહાંત થયો ભલે તેઓ પાર્થીવ દેહે હાજર નથી પણ દેવલોક માંથી તેમની અમી દ્રષ્ટિ સદા વરસતી જ રહે છે તેમની કૃપાથી જિનાલય કઠણ કાર્યો પણ સરળતાથી થઈ રહ્યા છે.તેઓ પણ દિવ્યદેહે આ પ્રતિષ્ઠામાં અચુક હાજર રહેવાના છે. એવા સૌને દ્રઢ વિશ્વાસ છે.

અંજનશલાકા પ્રતિષ્ઠા મહા મહોત્સવ1/2/26થી 6/2/26 સુધી ચાલવાનો છે.1લીએ મહોત્સવ નો પ્રારંભ, 2જીએ ગુરુ ભગવંતો નું સામૈયું,3જીએ જન્મ કલ્યાણ, 4 અને 5 ના રોજ ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ,6ઠ્ઠી એ પવન પ્રસંગ 7મીએ દ્વાર ઉદ્ઘાટન જેવા કાર્યક્રમો યોજાશે

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!