(શૈલેષ સોલંકી,સાપુતારા)
ડાંગ જિલ્લામાં ગત તારીખ 31 જાન્યુઆરીની રાત્રીએ વઘઇ વનવિભાગમાં કામ કરતા વનકર્મી સનત બિરારી નોકરી બાદ પોતાના ઘરે પરત ફરતા હતા દરમ્યાન રેન્જ વિસ્તારના બોરીગાંવઠા ગામ પાસે લાકડા ચોરનો સામનો થયો હતો.ત્રણ જેટલા લાકડા ચોરોએ વનકર્મી સનત બિરારી ઉપર ધારદાર સાધન વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયા હતા, વઘઇ પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી અને જિલ્લા એલસીબી સાથે 10 ટિમ આરોપીને પકડવા કામે લાગી હતી.હ્યુમનસોર્સ અને ટેક્નિકલ એનાલિસી મુજબ આ હત્યાના ત્રણે આરોપી પ્રવીણ પવાર, 21 વર્ષ, હેમંત મોતાભાઇ 20 વર્ષ અને ઋત્વિક પવાર ઉંમર વર્ષ 22 તમામ રહેવાસી કોશિમપાતાળ ગામનાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.




