– માતૃભાષા દિવસની ઉજવણી અને મહિલા કવયિત્રી સંમેલન અંગે આયોજન કરાયું
– ગુજરાત સારસ્વત સન્માન એવોર્ડ મેળવનારા નર્મદા સાહિત્ય સંગમ ના સદસ્યોંનું સન્માન કરાયું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં સાહિત્યની પ્રવૃત્તિઓને સતત જીવંત રાખતી સંસ્થા નર્મદા સાહિત્ય સંગમની શનિસભા અને કવિ સંમેલન રાજપીપલા એફ એન ફાર્મ હાઉસ રાજપીપલા ખાતે યોજાયું હતું.જેમાં કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને ફાર્મ હાઉસના માલિક અને સામાજિક અગ્રણી ઈમ્તિયાઝ અલી કાદરી તેમજ અતિથિ વિશેષ પદે લોક સહયોગ ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પેશ બારોટ તથા એમ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના પ્રાધ્યાપક ડૉ.દિનેશ પ્રજાપતિ તથા નર્મદા સાહિત્ય સંગમ ના પ્રમુખ દીપક જગતાપ તથા સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
શનિસભા બેઠકમાં પ્રમુખ દીપક જગતાપે માતૃભાષા દિવસની ઉજવણી અંગેની માહિતી આપી હતી.જેમાં નર્મદા સાહિત્ય સંગમ અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા તા 17/2/26ના રોજ સરકારી બીએડ કોલેજ રાજપીપલા ખાતે માતૃભાષા દિવસની ઉજવણીમાં વક્તા તરીકે જાણીતી લેખક અને સાહિત્યકાર દીપક જગતાપ અને કવિ ઘનશ્યામ કુબાવત વ્યાખ્યાન આપશે જયારે 19/2/26 ના રોજ જય અંબે ગ્રુપ ઑફ સ્કૂલ રાજપીપલા ખાતે યોજનાર માતૃભાષા ભાષા દિવસ ઉજવણી વ્યાખ્યાન શ્રેણી માં વકતાઓ દિગ્વિજયસિંહ રાઠોડઅને નમીતાબેન મકવાણા વ્યાખ્યાન આપશે.એ ઉપરાંત 8 મી માર્ચ વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે નર્મદા સાહિત્ય સંગમ દ્વારા મહિલા કવયિત્રી સંમેલનના આયોજન અને સાહિત્ય ની અન્ય પ્રવૃત્તિઅંગે આયોજન હાથ ધરાયું હતું.
આ પ્રસંગે ગુજરાત સારસ્વત સન્માન એવોર્ડ મેળવનારા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યોં દીપક જગતાપ, અનિલ મકવાણા, ચેતન પટેલ, નમીતાબેન મકવાણા, સોનલ બેન પંચાલનું પુષ્પ ક્લગી દ્વારા સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતાં.આ પ્રસંગે ઈમ્તિયાઝ કાદરી અને અલ્પેશ બારોટે નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિને બિરદાવી હતી.
આ પ્રસંગે કવિ પ્રા.દિનેશ પ્રજાપતિ, દીપક જગતાપ, સોનલ પંચાલ,નમીતાબેન મકવાણા, અનિલ મકવાણા, ભરતભાઈ પરમાર, અને સાવિત્રી મકવાણાએ કવિતા પઠન કરી મહેફિલ માં રંગત જમાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉદઘોષક ચેતન પટેલે કર્યું હતું.




