જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના છ ગામોમાં કાનૂની જાગૃતિ ફેલાવવાના હેતુસર લીગલ એડ ક્લિનિક શરૂ કરવામાં આવ્યા

SHARE:

– ભરૂચના પૂર્ણકાલીન સચિવ પીપી મોકાસી તથા ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા દ્વારા વિધિવત રીતે ક્લિનિકનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું 

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના નેજા  કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સંચાલિત તાલુકા કાનૂની સેવા સમિતિ ઝઘડિયા દ્વારા તાલુકાના છેવાડાના વિસ્તારોમાં કાનૂની જાગૃતિ ફેલાવાના હેતુસર લીગલ એડ ક્લિનિક શરૂ કરવાની યોજના અમલ મુકવામાં આવી છે.આ યોજના અંતર્ગત ઝઘડિયા તાલુકાના રાજપારડી ઉમલ્લા રાણીપુરા ધારોલી જેસપોર તથા વેલુગામ જેવા ગામોની પસંદગી કરવામાં આવી હતી.ગતરોજ ઉપરોક્ત ગ્રામ પંચાયતો ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના પૂર્ણકાલીન સચિવ પી.પી મોકાશી,ઝઘડિયા વકીલ બાર એસોસિયેશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા,સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચો તથા પંચાયતના સભ્યો તેમ જ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં લીગલ એડ ક્લિનિકનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લીગલ એડ ક્લિનિક દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરિકોને મફત કાનૂની સલાહ,માર્ગદર્શન અને કાનૂની સહાય અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે.આ લીગલ એડ ક્લિનિકની મુખ્ય ઉદ્દેશ મુખ્યત્વે છેવાડાના ગામોમાં વસતા ટ્રાઇબલ, શોષિત,વંચિત અને કાયદાથી અજાણ એવા લોકો સુધી કાનૂની જાગરૂકતા અને ન્યાય સુધી સૌની પહોંચ સુનિશ્ચિત કરવાની છે તેમ ભરૂચના પૂર્ણકાલીન સચિવ પીપી મોકાસીએ જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!