ભરૂચ,
આમોદ નગરમાં રખડતા કુતરાઓએ વિસ્તારમાં રમતા બાળકો ઉપર હુમલો કરી લોહીલુહાણ કરતા માતાપિતા પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભયભીત બન્યા હતા.જે બાબતે વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને મળી રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે રખડતા કૂતરાઓ પકડવા માટે માંગ કરી હતી.
આમોદ નગરના અલગ અલગ વિસ્તારમાં રખડતાં કૂતરાઓએ વિસ્તારમાં રમતા બાળકોને બચકા ભરી લોહીલુહાણ કર્યા હતા.જેથી બાળકોને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ સારવાર આપવામાં આવી હતી.ત્યાર બાદ બે બાળકોને વધુ ઇજાઓ થવાથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.રખડતા કુતરા કરડવાની ઘટનાએ લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.
સ્થાનિક રહીશોએ રખડતા કુતરાઓના વધતા જતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક સામે સમક્ષ રજૂઆત કરી હતી અને વહેલી તકે રખડતા કૂતરાઓ પકડવા માટે માંગ કરી હતી.
આ બાબતે નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર હિતેશ અસારીએ જણાવ્યું હતું કે લોકોની રજૂઆત મળી છે.જેથી તાત્કાલિક રખડતા કુતરા પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
– શ્વાન કરડવાના ભોગ બનેલા બાળકો
(૧) રોહન મોહસીન પટેલ – ઉંમર ૪ વર્ષ
(૨) યાસીન એસ.ખત્રી – ઉંમર ૬ વર્ષ
(૩) અબુબકર સૈયદ ખત્રી – ઉંમર ૫ વર્ષ
(૪) મોહમ્મદ અલી સોયબ દાયમા – ઉંમર અઢી વર્ષ




