(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના દેહગામ ગામે વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ ૧૦-૦૪-૨૦૨૫ ના રોજની તપાસ ટ્રસ્ટીઓ દ્વારા અટકાવી દેતા તે ટ્રસ્ટોની તપાસ ફરીથી કરવા દહેગામ ગામના મલેક ઈશાકભાઈ હસન અમીર દુલા,મલેક રફીક દાઉદઅલી,મલેક સાદીક રાજા ઈબ્રાહીમ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી ગુજરાત બોર્ડ ગાંધીનગરને જાણ કરવા જણાવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દહેગામ ગામમાં આવેલ વકફ ટ્રસ્ટો મસ્જીદ દહેગામ બી-૨૨૪ અને ૨૪૨- ભરૂચ, મદરસા એ ઝિયાઉલ ઇસ્લામ દહેગામ-બી-૮૪૦-ભરૂચ અને મુસ્લામાન ગરાસિયા પંચ-દહેગામ બી- ૨૧૭-ભરૂચ ના ટ્રસ્ટો માગેરરીતોઓ થયેલ છે તે બાબત ની અરજીઓ વકફ એક્ટ-૧૯૯૫ ની કલમ -૭૦ મુજબ તપાસ કરવા માટે અરજીઓ આપેલ હતી.તેના અનુસંધાને વકફ બોર્ડ ગાંધીનગર દ્રારા બે વખત જુદી-જુદી તારીખોએ સુનાવણી રાખીને અરજદારો અને ટ્રસ્ટીઓને હાજર રહેવા નોટીસો આપેલ તેમ છ્તા અમો અરજદાર બન્ને તારીખોએ હાજર રહેલ અને વકફના ટ્રસ્ટીઓ એક તારીખમાં હાજર રહેલ પંરતુ વકફ બોર્ડે આપેલ નોટીસ મુજબના પુરાવાઓ (ડૉકયુમેંટ) રજુ ના કરતા વકફ બોર્ડના ચેરમેનએ અમારા ગામના વકફ ટ્રસ્ટોની તપાસ વકફ બોર્ડની પેનલ સભ્ય તોફિકભાઈ વહોરાને સોપેલ હતી.તેમા તા.૧૦/૪/૨૦૨૫ ના રોજ વકફ બોર્ડના અધિકારી તપાસ માટે દહેગામ ગામે આવેલ પંરતુ અરજદારો અને ટ્રસ્ટીઓ વચ્ચે બોલાચાલી થતા તપાસ થઈ શકેલ નથી અને અમારા ગામ વકફ ટ્રસ્ટોમા લાખો રૂપીયાની ગેરરીતી થયેલ છે તેથી આપના માધ્યમ થી વકફ બોર્ડમા જાણ કરી ફરીથી તપાસ કરાવવા મહેરબાની કરશો અને ફરીથી તપાસ વખતે પોલીસ અધિકારીઓની હાજરીમા તપાસ થાય તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવા સાથે તેમજ ઉપર જણાવેલ વકફ ટ્રસ્ટોમાં મોટા પાયે ગેરરીતીઓ થઈ રહેલ છે જેથી તાતકાલિક ધોરણે તપાસ કરાવી હાલના પ્રમુખ અને સેક્રેટરીને દુર કરવા જણાવાયું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is