બેફામ ધસી આવેલ ટ્રકે ભરૂચના કસક ગરનાળા નજીક ભારે વાહનો રોકતી એંગલ તોડી પાડતા નુકશાની

SHARE:

વહેલી સવારનો સમય હોય સદ્દનસીબે મોટી દુર્ઘટના તળી : એંગલ તૂટી પડતા સાડા ત્રણ લાખનું નુકશાન થતાં પોલીસ કાર્યવાહી
ભરૂચ,
ભરૂચ શહેરમાં ભારે વાહનો પ્રવેશતા ટ્રાફિક જામ સહિત અકસ્માતના બનાવોને લઈને પાલિકા તંત્ર દ્વારા કસક ગરનાળા નજીકના પ્રવેશદ્વાર ખાતે ભારે વાહનોની અવર જવર બંધ થાય તે માટે મૂકવામાં આવેલ એંગલ ને ટ્રક દ્વારા તોડી પાડવામાં આવતા નુકશાન થવા પામ્યું હતું.
ભરૂચ શહેરમાં પ્રવેશ કરવા માટે વાહન ચાલકો કસક ગરનાળા ના માર્ગનો ઉપયોગ કરતા હોય છે જેમાં ભારે વાહનો પણ અવરજવર કરતા ધણી વાર ટ્રાફિકજામ થવા સાથે અકસ્માતો પણ સર્જાતા હોય છે.જે સમસ્યાના નિવારણ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા હાલ માં જ અંદાજિત આઠ લાખના ખર્ચે પ્રવેશ દ્વાર નજીક ભારે વાહનો ના પ્રવેશ પર નિયંત્રણ રાખવા માટે  લોખંડની એંગલ લગાવવામાં આવી હતી.ત્યારે બેફામધસી આવેલ ટ્રક ચાલકે વહેલી સવારે ટક્કર મારી તોડી પાડી હોવાની ઘટના સામે આવી છે.
વહેલી સવારે ટ્રાફિક ઓછો હોવાને કારણે ટ્રક ચાલક કસક ગરનાળા તરફના માર્ગ પર બેદરકારીપૂર્વક ઘસી ગયો હતો.ટક્કરના કારણે ભારે વાહનોના પ્રવેશને રોકવા માટે મૂકાયેલ સુરક્ષા એંગલ તૂટી પડી હતી.સદ્દાનસીબે ઘટના સમયે માર્ગ પર અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ અથવા ઈજાની ઘટના નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે દિવસ દરમ્યાન આ વિસ્તાર સતત
વાહન વ્યવહારથી ધમધમતો રહે છે.સ્થાનિક લોકોના મતે જો આ ઘટના વ્યસ્ત સમયે બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.ઘટનાને પગલે તંત્ર દ્વારા ફરીથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બેફામધસી આવેલ ટ્રક ના કારણે અંદાજીત સાડા ત્રણ લાખનું નુકશાન થવા પામતા ટ્રક ચાલક વિરુધ્ધ પાલિકા તંત્રએ પોલીસ કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!